Abtak Media Google News

ગુજરાત રાજય કોરોના સામેની લડતમાં હરહમેશ પ્રો-એકિટવ વલણ અપનાવ્યું છે. દેશના અન્ય રાજયો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાકટ, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજયોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી જોવા મળી રહી છે. છેલ્લા માસની વાત કરવામાં આવે તો રાજયમાં 30 થી  વધુ એકટીવ કેસો નોધાયા છે. ત્યારે આ બાબતે રાજય સરકાર અત્યારથી જ સતર્ક થઇગઇ છે.

રાજયના પર્યટન સ્થળો હોય કે કાર્યક્રમ તમામ ભીડભાડ વાળી જગ્યાએ લોકોને માસ્ક પહેરવાની અપીલ રાજય સરકાર દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત શાળાઓમાં પણ વિઘાર્થીઓ માસ્ક પહેરી આવે તેવી અપીલ કરાઇ છે અને શરદી, ઉઘરસ, તાવ કે અન્ય કોઇ લક્ષણો હોય તેવા બાળકોને સ્કુલે ન મોકલવાની સુચના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરી છે. ત્યારે કોરોનાની આગમચેતીના પગલે રાજકોટમાં પ્લે હાઉસના ભુલકાઓ પણ હવે સતર્ક થઇ ગયા છે.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા પ્લે હાઉસમાં ભુલકાઓ આજે  માસ્ક સાથે પહોચ્યા હતા. સાથો સાથ શાળા પ્લે હાઉસમાં કોરોનાની ગાઇડ લાઇન અનુસરવાના પણ પોસ્ટર લાગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.