Abtak Media Google News
  • પંચમહાલ-દાહોદ વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગનું વિશેષ આયોજન

રાજકોટ એસટી વિભાગ દ્વારા ચાલુ વર્ષે હોળી ધુળેટી પર્વને લઈને વિશેષ સુવિધાઊભી કરવામાં આવી છે. પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટાભાગે આદિવાસી શ્રમિકવર્ગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રોજગારી માટે આવે છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હોળી પર્વનું વિશેષ મહત્વ રહ્યુ છે. ત્યારે હોળી ધુળેટી પર્વને ઉજવણી કરવા આ શ્રમિક વર્ગ માદરે વતન પરત ફરે છે. ત્યારે વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પંચમહાલ થતાં દાહોદ જિલ્લાના આદિવાસીઓ રોજીરોટી મેળવવા રાજ્યના મોટા શહેરો જેવા કે રાજકોટ ,સુરત, અમદાવાદ જામનગર, સહિત જુદા જુદા શહેરોમાં ગયા હોય છે. ત્યારે હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતને તહેવાર મનાવવા માટે ખાનગી ટ્રાવેલ્સ સાથે એસટી બસોમાં આવતા હોય છે. રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક કલોત્રાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદિવાસીઓ સહિતના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા હોય મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે રાજકોટ એસટી વિભાગ પૂર્વ તૈયારી કરી છે.

બહારના મોટા શહેરોમાંથી ગોધરા, દાહોદ, બારીયા, ઝાલોદ લુણાવાડા, સહિતના ડેપો સુધી મુસાફરો લાંબા અંતરે બસો મારફતે શાંતિથી પહોંચે તે માટે શનિવારથી 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.40જેટલી બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ સમયે મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઇને મુસાફરો વેળાસર હોળીના તહેવારમાં વતનમાં પહોંચી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.