Abtak Media Google News

કાલે શનિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી ગુજરાત સાંકેતિક બંધનું એલન આપવમાં આવ્યું છે.જેને પગલે  શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા સ્કુટર રેલી દ્વારા રાજકોટની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, પરાબજાર, સોની બજાર, કંદોઈ  બજાર, મોચી બજાર ને બંધ રાખવા વેપારીઓ-દુકાનદારો ને અપીલ સાથે વિનતી કરાઇ હતી.

કોંગી અગ્રણીઓ-કાર્યકરોએ સ્કુટર રેલી કાઢી કરી વિનંતિ

હાલ ની દેશ ની વર્તમાન પરિસ્થિતિ જોતા ગરીબ તેમજ સામાન્ય વર્ગ ખુબજ પરેશાન છે. મોંઘવારી ચરમ સીમાએ છે. બેરોજગારી ને બેકારી પણ ખુબજ છે. સ્ત્રી સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ ચિંતા જનક છે. નસીલા પદાર્થો નો કારોબાર ખુબજ  ફૂલ્યો ફેલ્યો છે, ડ્રગ્સ પકડવાના સમાચારો આવે છે.પરંતુ સરકાર સાવ સુસ્ત તેમજ નીરસ થઈને બેઠી છે. ખેડૂતો, યુવાનો, નાના વેપારીયો, નાના કારખાનેદારો, સરકારી નોકરિયાતો, પોલીસ કર્મીઓ, પૂર્વ સૈનીકો, સીનીયર સિટીઝનો, વગેરે ખુબજ પરેશાન છે. પોતાનો અવાજ સરકાર ને સભળાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.

Screenshot 12 1

વેપારીઓ, ધંધાદારીઓ,  નાનો ધંધો કરતા લારી, ગલ્લા, રિક્ષાવાળા વગેરે કોંગ્રેસ પાર્ટી આપ સૌ ના પ્રશ્નો માટે આ એલાન આપેલ છે. આપ સૌના સાથ થી જ સરકાર ના બહેરા કાન સુધી આ વાતો પહોચાડવા માં સારી સફળતા મળશે, આપ સૌબંધ રાખી સરકારની આંખ ખોલવા માટે કોંગ્રેસ પક્ષના સવારે 8 થી 12 સુધી બંધ ના એલાન ને સહકાર આપવા વિનંતી કરાઈ હતી. આ સ્કુટર રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, પ્રદેશ મહામંત્રી અશોક ડાંગર, જસવંતસિંહ ભટ્ટી, ભરતભાઈ મકવાણા, શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવા, કિશાન સેલ ચેરમેન નીલેશભાઈ વિરાણી, દીપેનભાઈ ભગદેવ અને  હિરલબેન રાઠોડ સહીત ના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.

યુથ કોંગ્રેસ દ્વારા આહ્વાન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાલ શનિવાર તા.10ના રોજ બેરોજગારી અને મોંઘવારી મુદે અપાયેલ ગુજરાત  આશીક બંધના એલાન બાબતે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ઈન્ડીયન યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ હરપાલસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ અલ્પેશ સાધરીયા, જનરલ સેક્રેટરી આદિત્યસિંહ ગોહેલ, વૈશાલી સીંદેએ વિશેષ વિગતો આપી અને બંધને સહકાર આપવા ‘અબતક’ના માધ્યમથી અપિલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.