Abtak Media Google News

રિલાયન્સ Jio વારંવાર પોતાના યુઝર્સ માટે શાનદાર ઓફર લાવે છે આ વખતે રિલાયન્સ Jio લાવ્યું છે ધમાકેદાર ઓફર….. ‘More Than 100% Cashback’ ઓફરની વેલીડીટી ૧૫ માર્ચ સુધી વધારી દીધી છે. આ ઓફરના આધારે કંપની યુઝર્સને 700 રૂપિયા અથવા વધુ રિચાર્જ પર 398 રૂપિયાનું કેશબેક આપી રહી છે.

પરંતુ આ ઓફર માત્ર પ્રાઈમ મેમ્બર્સને મળી રહી છે. આ ઓફરના આધારે યુઝર્સને ૪૦૦ રૂપિયાના કેશ બેક રિચાર્જ પ્લાન પર અને ૩૦૦ રૂપિયાના કેશબેક ડીઝીટલ પેમેન્ટ વોલેટમાં મળશે.

જિયો અનુસાર કંપની ૪૦૦ રૂપિયાના કેશબેક પર ૫૦ રૂપિયાના ૮ વાઉચારમાં આપશે. આ કેશબેક તરત જ યુઝર્સને માય જિયો એપમાં ક્રેડીટ થઈ જાશે. જ્યારે ૩૦૦ રૂપિયાના કેશબેક ફ્રીચાર્જ, મોબીક્વિઅક, પેટીએમ, એમઝોન પે અને ફોન પે જેવા ડીઝીટલ પેમેન્ટ એપના વોલેટમાં ક્રિડેટ થશે. જિયો સમય-સમય પર પોતાના ગ્રાહકોને લલચાવા માટે ઓફર લોન્ચ કરી રહી છે.

જિયોએ તાજેતરમાં જિયોફાઈ માટે ઓફર લોન્ચ કરી છે. જેમાં યુઝર્સને ૧૯૯૯ રૂપિયા જિયોફાઈની ખરીદી પર ૩૫૯૫ રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે.જ્યારે જો યુઝર્સ આ ઓફર ઈચ્છતા નથી, તેમને જિયોફાઈ ૯૯૯ રૂપિયામાં જ મળી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.