Abtak Media Google News

ભારતમાં ઘણા લોકો સક્ષમ છે માટે પ્લાન્ટ શરુ કરવા માટેની આ એક સારી તક

લો હવે, ઘર આંગણે જ ગંગા: મોંધીદાટ કાર ખરીદવા વાળાનો અલાયદો વર્ગ છે,લેક્ષસ જાણાનમાં લકઝરીયસ વાહનો બનાવતી નામચીન કંપની બની ચૂકી છે. ભારતમાં પણ એસેમ્બલની સુવિધા શરુ કરવાની વિચારણા કરી રહી છે. જો કે તેથી લેક્ષક કારના શોખીનોને ગાડીઓ લેવા વિદેશમાં જવુ પડશે નહીં, લેક્ષસ તેમને ભારતમાં જ મળી જશે, જો કે લેક્ષસની પ્રેસિડેન્ટ યોશીહિરો સાવાએ જણાવ્યું હતું કે, ભારતમાં ટેકસની પ્રક્રિયા હાલ આકરીથઇ ચૂકી છે તેઓ કયારે એસેમ્બલી યુનિટો શ‚ કરશે ? તે હજુ નકકી નથી પરંતુ તેઓ હજુ વિચારણા કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે જાપાની પેઢી પણ સ્પર્ધાને કારણે ભારતમાં એસેમ્બલી યુનિટો શરુ કરવા માગે છે. જયારે સાવાને ભારતની ટેકસની ડયુટીની સ્થિતિ વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ એક સમસ્યા તો છે પરંતુ જે રીતે સરકારે હાલની ૫રિસ્થિતિને જાળવી રાખી છે તે તેમના માટે સારી બાબત છે. માટે તેઓ તેમનો વેપાર શરુ કરી શકે તેમ છે. ભારતન વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત ખુબજ  સક્રિય બની ચૂકયું છે. તેમજ નેતૃત્વ સાથે ઉત્તમ પ્રદર્શન કરી રહ્યું છે.

ભારતમાં ઘણા લોકો સક્ષમ છે માટે લેક્ષસ શરુ કરવા માટેની આ એક સારી તક છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ટેકેએમ અને ટોયાટા મોટર ભારતમાં પોતાની ડિલરશીપને વિસ્તૃત કરવાનો પ્રયાસ કરી ચુકી છે. ભારતીય બજારની ક્ષમતા વિશે તેમણે જણાવ્યું હતું કે , તેઓ લેક્ષસનું વેચાણ હાલ શ‚આતના ધોરણે કરશે. હજુ વધુ માત્રામાં વેચાણ કરશે નહીં પરંતુ ભવિષ્યમાં અન્ય વાહનો સાથે તે લેક્ષસનું વેચાણ વધારશે. જો કે હાલ ભારત લેક્ષસના મોડલના આયાત માટે જાપાન પર નિર્ભર છે. લેક્ષસે આ વર્ષે માર્ચમાં સેડાન ઇએસ ૩૦૦, ક્રોસઓવર આરએકસ ૪૫૦-એચ માં તેમજ એસયુવી એલએકસ ૪૫૦-ડી જેવા ફોકસ વાહનો સાથે ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી છે.

જો કે કંપનીએ મુંબઇ, બેંગ્લોર, નવી દિલ્હી અને ગુરુગ્રામ સહીતના શહેરોમાં ૪ શો‚મ ખોલી દીધા છે. તો ચંડીગઢ, હૈદરાબાદ, ચૈન્નઇ અને કોચીમાં તેઓ સર્વિસ સેન્ટરો ખોલવાની વિચારણા કરી રહ્યા છે. તો સપ્ટેમ્બરમાં તેઓ રિક્ધસ્ટ્રકશન જાહેર કરી પોતાની બ્રાન્ડ ટોયાટાથી ભારતમાં સ્વતંત્રતાપૂર્વક કામ કરશે. કારણ કે સાવાના મત પ્રમાણે ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં હાલ પણ તેમને કંપનીનું બજારમાં ખાસ યોગદાન નથી અને છે તો પણ ધીમું છે. માટે તેઓ એશિયા તેમજ ઇન્ડિયામાં તેમને ડિલરશીપને વધારવા પ્રયત્નો કરી રહ્યા છે. જો કે વિસ્તાર પ્રમાણે તે નાનું છે.

પરંતુ આ યુએસ, યુરોપ અને ચીનની તેમની કંપનીઓના માર્કેટમાં મોટા બજાર હિસ્સાનો સમાવેશ કરશે. આ સિવાયનું બજાર ભલે નાનુ હોય પરંતુ ઝડપથી વિકસતુ તેવું સાવાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.