Abtak Media Google News

જિલ્લામાં 892 આખલાઓનું ખસીકરણ : બળદોનો સરકારી યોજના મુજબ ગૈાશાળામાં થશે કાયમી રખરખાવ

ગુજરાત રાજ્ય પશુપાલન ખાતુ અને જૂનાગઢ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જૂનાગઢના વડાલ અને આસપાસનાં ગામડાઓમાંથી લાવવામાં આવેલ 148 ઉપરાંત બાંગરા સાંઢ (આખલાઓ) નું એક જ દિવસમાં ખસીકરણ કરવાનો કાર્યક્રમ પશુચિકીત્સકો અને ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

પ્રાકૃતિક ખેતીએ આજના સમયની માંગ છે તથા બળદની ખેતીમાં ખૂબ જ આવશ્યકતા છે, બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં પ્રત્યેક ગામડાઓમાં રખડતા આખલા/ગૈાવંશ ઊભી ખેતીને નુકાશન પહોંચાડતા હોય, જેની સામે  વડાલ ગામમાં બાંગરા સાંઢને ખસીકરણ કરીને તેને બળદમાં રુપાંતરીત કરી કૃષી કાર્યમાં સહભાગી બનાવી પ્રાકૃતિક કૃષિ તરફ એક કદમ વધાર્યુ છે.

રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે જે રીતે ખાસ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે સાથે આવા ખસીકરણ થયેલ આખલાઓને અહીંની કામધેનું ગૈાશાળામાં જતન કરવામાં આવનાર હોય તેમને ગૈામાતા પોષણ સહાય યોજનાનો લાભ પણ મળી શકશે.

આ અંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન કચેરીનાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિરે જણાવ્યુ  હતું કે, ખેડૂત કે, પશુપાલકને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ દરકાર સરકાર કરી રહી છે.અને જિલ્લાની મોટા ભાગની વસ્તી ખેતી તથા પશુપાલન સાથે જોડાયેલી છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જાગૃતિ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. અને ગૈાશાળાનાં સંચાલકો સાથે મળીને ખેડૂતોના હીતમાં ગામમાં ખુલ્લામાં રખડતા આખલાઓનાં ત્રાસ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે અને આખલાઓનું ખસીકરણ કરી તેને બળદનાં રૂપમાં કૃષી કાર્યમાં ઊપયોગમાં લઇ શકાય તે પ્રકારે સકારાત્મક કામગીરી જુનાગઢ જિલ્લામાં થઈ રહી છે. અને બળદની નિભાવ ખર્ચ પોષણ સહાય યોજના અંતર્ગત ગૌશાળાને રાજ્ય સરકાર મળવા પાત્ર થશે તો ગૈાશાળા આવા ખસીકરણ થયેલ બળદોને ઉછેરીને ખેડુતોની માંગ મુજબ પુન:કૃષિકાર્યમાં જોતરી શકાશે.

જુનાગઢ જિલ્લામાં આ વર્ષે પ્રભારી મંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં ધંધુસર ખાતેથી શરૂ થયેલ ખસીકરણ ઝુંબેશમાં અત્યાર સુધીમાં 892 આખલાઓનું ખસીકરણ કરાયુ છે. અને એક જ દિવસમાં વડાલ ગામમાં 148 ઊપરાંત બાંગરા સાંઢને ખસીકરણ કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયત પશુપાલન કચેરીનાં નાયબ પશુપાલન નિયામક ડો. વિરલ આહિરના જણાવ્યા મુજબ, જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષમાં 158 કેમ્પ દ્વારા 1,07,095 પશુઓને નિદાન સારવાર આપવામાં આવેલ હતી. આ જ પ્રકારે આ વર્ષે પણ પશુઓની આરોગ્ય સુખાકારી માટે નિદાન સારવાર કેમ્પ દ્વારા પશુપાલકોનાં પશુઓનાં આરોગ્યની ખેવના કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.