Abtak Media Google News

ફીશીંગ બોટમાં મતદાન જાગૃતિના સ્ટીકર ખલાસીઓને લેવડાવ્યા મતદાનના શપથ

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન   જાગૃતી અભિયાનનો વ્યાપ મધદરીયા સુધી ફેલાવી માંગરોળમાં દરીયામાં મતદાન જાગૃતિ અભીયાન તંત્રએ આગવી પહેલ  કરી છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં દરિયાની અંદર  એટલે કે, મધદરિયે ફિસિંગ બોટમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલ રાણાવસિયા અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં નગરવાસીઓએ તા.7મી મે એ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા. આમ, મતદાન જાગૃતિની વ્યાપક બની રહેલ ઝુંબેશમાં સાસણના જંગલોમાં ફરતી જીપ્સી બાદ માંગરોળના સમુદ્રમાં ફરતી ફિશિંગ બોટમાં પણ મતદાન જાગૃતિના સ્ટીકર લગાવાયા હતા.

આ ઉપરાંત માંગરોળમાં સોમનાથ ભવન ખાતે પણ મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખારવા સમાજની બાળાઓએ રજૂ કરેલ મતદાર જાગૃતિનાં ગરબાએ પણ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે માંગરોળના આગેવાનોને મતદાન જાગૃતિનો બેઝ પહેરાવી મતદાનની અપીલ કરાઈ હતી.

Img 20240421 Wa0049

આ તકે કલેકટર  અનિલ રાણાવસિયાએ કહ્યું હતું કે, ચૂંટણીની પ્રક્રિયા ખૂબ પારદર્શક રીતે થાય છે. ઈવીએમને રાજકીય પક્ષોની હાજરીમાં તેની ચકાસણી અને તેની ફાળવણી, તેની સુરક્ષા સાથે વિવિધ મતક્ષેત્રમાં મોકલવાનું, મોકપોલ, સ્ટાફની ફાળવણી સહિતની અનેક પ્રિક્રિયા ચોકસાઈપૂર્વક અને પારદર્શક રીતે થાય છે. ઉપરાંત મતદાન મથકોમાં કેમેરા લાગે છે જેનું મોનિટરિંગ દિલ્હી ચૂંટણી તંત્ર કરે છે. જેથી આમ, ચોકસાઈપૂર્વક મતદાનની પ્રક્રિયા મતદારોને ભરોસો થાય તે રીતે થાય છે. સમગ્ર દુનિયા આપણી ચૂંટણીઓ જોવા આવે એવી ઉદાહરણરૂપી કામગીરી ચૂંટણી તંત્ર દ્વારા થાય છે.  ત્યારે તા.7 મે ના મતદારો પણ વધુને વધુ મતદાન કરવું જોઈએ. ભાઈઓની સાથે મહિલાઓ પણ મતદાન અચૂક કરે તેવો અનુરોધ છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી  નીતિન સાંગવાને  માંગરોળમાં તમામ મતદારોને તા.7નાં લોકસભાની ચૂટણીમાં  મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ તકે પ્રાંત અધિકારી  હિરલ ભાલાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી   નીતાબેન વાળા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર  વિપુલભાઈ ઘુંચલા, ખારવા સમાજના પ્રમુખ  પુરુષોત્તમભાઈ ખોડાવા,  મહાવીર માછીમારી કો-ઓપરેટીવ  સોસાયટીના પ્રમુખ  દામોદરભાઈ ચામુંડીયા, બોટ એસોસિએશનના પ્રમુખ ખીમજીભાઈ પરમાર,  આચાર્ય  વાળા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી   આગેવાનો, વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી  વાઠેરે આભાર વિધિ કરી હતી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.