Abtak Media Google News

મામા-ભાણેજે યુવાનને છરી ઝીંકી દેતા હાલત ગંભીર: બે સામે નોંધાતો ગુનો

જૂનાગઢમાં નવા બાઈકની ચક્કર આપવાની ના પાડતા બે શખ્સોએ યુવાન પર હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મામા-ભાણેજે યુવાનને છરી ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં કસ્તુરબા કોલોની માર્કેટિંગ યાર્ડ પાસે દોલતપરા વિસ્તારમાં રહેતા અને યાર્ડમાં મજૂરી કામ કરતા પિયુષ મનસુખભાઈ વાસણ નામના ૨૪ વર્ષીય યુવાનને સાજણ પરમાર અને અજય જાડેજાએ છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ પિયુષ વાસણે નવું બાઈક લીધું હતું. જેથી સાજણ પરમારે ધરાર બાઈકનો ચક્કર મારવા માટે કહ્યું હતું. પરંતુ યુવાને ના પાડતા ઉશ્કેરાયેલા સાજણ અને અજયે છરી વડે હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.