Abtak Media Google News

થાન: અમરપરા ગામે દારૂના નશામા ભાઈએ ભાઈને ધોકા વડે લમધાર્યો

જૂનાગઢમાં બીલખા રોડ પર આવેલા રાજુનગરમાં રહેતું દંપતી મજેઠી દરવાજા પાસે રાત્રીના સૂતું હતું ત્યારે નિંદ્રાધિન યુવક ઉપર અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં બીલખા રોડ ઉપર આવેલા રાજુનગરમાં રહેતા હિતેશ બાબુભાઈ સોલંકી (ઉ.વ.50) અને તેની પત્ની જયશ્રીબેન સોલંકી રાત્રીના મજેઠી દરવાજામાં સુતા હતા ત્યારે રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે હિતેશભાઈ સોલંકી પર છરી વડે હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. યુવકને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે જુનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે જુનાગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં થાનના અમરાપરમાં રહેતા સુરેશ રણછોડભાઈ ચાવડા નામનો 40 વર્ષનો યુવા રાત્રિના પોતાના ઘર પાસે હતો ત્યારે તેના નાના ભાઈ છેલ્લાભાઈ ચાવડાએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો યુવકને ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંને ભાઈઓ દારૂ પી ગયા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં નાના ભાઈએ મોટાભાઈને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે થાનગઢ પોલીસે નોંધ કરી તપાસનો દોર લંબાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.