Abtak Media Google News

૫૦ કોન્ટ્રાકટરોની ૧૦૦ સાઇટના ૧૦૦૦ મજુરોએ એક દિવસ કાર્ય બંધ રાખી કલેકટરને આવેદન પાઠવ્યું: લડતની રણનીતિ તૈયાર કરવાની ચીમકી

જુનાગઢમાં કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા ભાવ વધારાના વિરોધમાં ૧ દિ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જૂનાગઢમાં કોન્ટ્રાકટર એસોસિએશન દ્વારા ગઈકાલે કૃત્રિમ ભાવ વધારાના વિરોધમાં ૧ દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો, જેના પગલે જૂનાગઢમાં ૫૦ કોન્ટ્રાકટરની ૧૦૦ સાઇટના ૧૦૦૦ મજૂરો કામગીરીથી અળગા રહ્યા હતા. અને જૂનાગઢ કોન્ટ્રાકટ એસોસિએશને મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું. અને જો ભાવ નહિ ઘટાડાય તો આગામી દિવસોમાં લડતની રણનિતી તૈયાર કરાશે તેવી ચીમકી અપાય છે.

આ અંગે જૂનાગઢ કોન્ટ્રાક્ટ એસોસિએશનના પ્રમુખ આર. એમ. દાસા અને મંત્રી જેન્તીભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૫ મોટી કંપની સિમેન્ટનું ઉત્પાદન કરે છે, છત્તાં ગુજરાતમાં સિમેન્ટની થેલીનો ભાવ ૩૨૫ રૂપિયા છે જ્યારે અન્ય રાજ્યો કે જ્યાં સિમેન્ટનું ઉત્પાદન નથી અને ગુજરાતમાંથી સપ્લાય થાય છે ત્યાં ભાવ ૨૫૦ રૂપિયા છે ! જ્યારે ડામરનો ૧ મેટ્રીક ટનનો ભાવ ૩૦,૦૦૦ હતો તે વધારીને ૪૫,૦૦૦ રૂપિયા કરી દીધો છે, આ ઉપરાંત સ્ટિલ, સિમેન્ટ, ડામર,પેટ્રોલ- ડિઝલ ઉત્પાદકોએ કાર્ટેલ કરી કૃત્રિમ રીતે તોતિંગ ભાવ વધારો કર્યો છે. પરિણામે પીવીસીમાં ૭૦ ટકા, એલ્યુમિનિયમમાં ૩૦ ટકા, કોપરમાં ૨૫ ટકા અને મજૂરીમાં ૩૦ ટકાનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.