Abtak Media Google News

ખેડૂતોના પાકનો સર્વે કરી તાત્કાલીક વળતર ચુકવવા માંગ

વિસાવદરમાં ખેડુતોને તાત્કાલિક વળતર ચુકવવા તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને જો તાકિદે વળતર નહીં ચુકવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિસાવદર તાલુકામાં મોટાપાયે મગફળી, કપાસ, તલ, અડદ, સોયાબીન જેવા અનેક તેલીબીયા તેમજ કઠોળનું વાવેતર થયું છે

પરંતુ ચાલુ સિઝનમાં સતત ૩૦ દિવસથી એકધારા વરસાદને કારણે આ તમામ પાકો નિષ્ફળ ગયા છે. કારણકે કોઈપણ પાકને તડકા કે વપરાશની પણ ખુબ જ જરૂરીયાત હોય છે. જે આ વખતે ન મળતા આ તમામ પાકો સતત વરસાદથી જળદા લાગી ગયેલ છે. ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાય ગયા છે.

જેથી તમામ પાકો નિષ્ફળ જતા ખેડુતોનો રોવાનો વારો આવ્યો છે. જયારે સરકારે તાજેતરમાં જે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના જાહેર કરી છે તે બિલકુલ ફેઈલ છે. કારણકે તેમાં ફકત ૪૮ કલાકમાં જ ૨૫ ઈંચ વરસાદ થાય અને વધુમાં વધુ ૨ હેકટરની સહાય આપવી એ જોગવાઈ તદન ગેરવ્યાજબી છે. જેથી આ મર્યાદા દુર કરી તાકિદે સર્વે કરાવી તેનું સંપૂર્ણ વળતર આપવા માંગણી છે. નહિતર તાલુકાના ખેડુતોનું વિશાળ સંમેલન બોલાવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરીયાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.