Abtak Media Google News

આયોજન હેઠળ થતા કામોના મોનીટરીંગ  માટે જૂનાગઢના વહિવટી તંત્રે તૈયાર કરેલા સોફ્ટવેરની રાજયના જિલ્લાઓમાં અમલવારી થતાં  મળ્યું  બહુમાન

જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને ઈ-ગવર્નન્સ ક્ષેત્રે વધુ એક એવોર્ડ એનાયત થયો છે. તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ જુનાગઢ જિલ્લાને એનાયત કરવામાં આવ્યો હતો.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે જિલ્લા આયોજન હેઠળ થતા કામોના મોનીટરીંગ માટે  સંપુર્ણ ઓનલાઇન મોનિટરિંગ થાય તે હેતુએ જૂનાગઢ એન.આઇ.સી વિભાગે કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ સોફટવેર આઇઓઆઇએન ફોર પ્લાનીંગ (IOIN 4 PLANING) વિકસાવેલ હતું.એન.આઇ.સી.ના સહયોગથી વિકસાવવામાં આવેલ અને રાજ્યના તમામ જિલ્લાઓમાં તેનું અમલીકરણ પણ કરવામાં આવતા જૂનાગઢ વહિવટી તંત્રની આ કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ ઇ-ગવર્નન્સ ક્ષેત્રે લેવાઇ હતી.

જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અને એન.આઇ.સી ઓફિસર શ્રી અતુલ ખુંટી  દ્વારા આ પ્રોજેકટનું નેશનલ લેવલે નોમીનેશન કરવામાં આવ્યું હતુ. જેનું પ્રથમ તબક્કે તેનું  સિલેક્શન થતાં તેનું વિગતવાર પ્રેઝન્ટેશન  દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં પણ આ પ્રોજેક્ટ પસંદ થતાં ફાઇનલ ઓનલાઈન વોટીંગ અને રેટિંગ માટે મુકવામાં આવેલ જેમાં  પણ આ પ્રોજેક્ટ  ફાઇનલ તબક્કામાંથી પસાર થતા તા.૨૧ જૂન ૨૦૧૮ના રોજ નવી દિલ્હીના કન્સટીટયુશન કલબ ઓફ ઇન્ડીયા ખાતે જૂનાગઢ જિલ્લાના વહિવટી તંત્રને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જૂનાગઢ એન.આઇ.સી અધિકારી શ્રી અતુલ ખુંટીએ આ એવોર્ડ જિલ્લા તંત્ર વતી સ્વીકાર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે જૂનાગઢ વહિવટી તંત્ર-અને એન.આઇ.સી.ના ઓન લાઇન પ્રોજેકટને આ વધું એક વખત સ્વીકૃત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦થી જૂનાગઢને આ પ્રકારના ઇ ગર્વનન્સના એવોર્ડ મળે છે. જમીનની એન્ટ્રી અંગેનો રાજયનો પ્રથમ પ્રોજેકટ પણ તત્કાલિન કલેકટર શ્રી સુનયના તોમરના સમય કાળમાં જૂનાગઢે જ બનાવ્યો હતો. જેના પરથી રાજયમાં ઇ ધરા પ્રોજેકટ અમલમાં આવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.