Abtak Media Google News

ઈન્ટરએકિટવ મીડિયા ઉપકરણની સાથે આબેહુબ પ્રતિકૃતિઓ પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે

એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ અમદાવાદના વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર ધ ગીરનું નિર્માણ કર્યું છે. જેની સંકલ્પના અને અમલીકરણ સુપ્રસિઘ્ધ વન્યજીવ પ્રેમી રાજયસભા સાંસદ અને આર.આઈ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીની મદદથી કરવામાં આવ્યું છે. ધ ગીર એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેકટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલના હસ્તે સંયુકત રીતે એસ.વી.પી.આઈ અમદાવાદના એરપોર્ટ ડાયરેકટર મનોજ ગંગલની ઉપસ્થિતિમાં તાજેતરમાં કરાયું હતું.

Advertisement

આ પ્રોજેકટ લગભગ ૧૧,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેકટમાં સાસણ ગીરમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિતા, બાજ, કાળિયારુ, ચીતલ, અજગર વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મુકવામાં આવી છે. પ્રસિઘ્ધ ગીરનું જંગલ સુકા ઘાસથી છવાયેલું છે તેથી જ અરેપોર્ટ પર મુકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સુકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મુળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીર પ્રતિકૃતિ પારદર્શી કાચની પેનલોમાંથી ડોમેસ્ટીક ટર્મિનલ પર અરાઈવલ અને ડિપાર્ચર એમ બંને વિભાગમાંથી જોઈ શકાય છે. અરાઈવલ લોંજમાં રાખવામાં આવેલા ઈન્ટરએકિટવ મીડિયા ઉપકરણથી ગીરના જંગલમાં સાંભળવામાં મળતી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજને કારણે અદલ ગીર જંગલનું તાદશ્ય વાતાવરણ ઉભું થયું છે.Dsc 1029આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે. એમ રાજયસભા સાંસદ અને આર.આઈ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ, પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. એશિયાટીક સિંહ રજવાડી પ્રાણી છે. કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર તે કોઈની પર હુમલો કરતા નથી કે કોઈને હાનિ પહોંચાડતા નથી. આ સૌદર્યીકરણ પ્રોજેકટમાં પણ જયારે સિંહ-પક્ષીઓના પ્રતિકો પર હાથ લગાવવામાં આવે ત્યારે જ સિંહની ત્રાડ અને અન્ય પ્રાણીઓના અવાજ સાંભળવા મળશે. આ ગીરના જંગલની તાદશ્ય અનુભવી કરાવે છે એમ નથવાણીએ જણાવ્યું હતું.

લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના ગીર જંગલને એરપોર્ટ પર પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની અનોખી સંકલ્પના માટે હું પરિમલભાઈ નથવાણીનો આભાર વ્યકત કરું છું. આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદના એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ ડાયરેકટર મનોજ ગંગલે જણાવ્યું હતું

કે, દેશની બહારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધોરણે એસ.વી.પી.આઈ. એરપોર્ટ, અમદાવાદના સૌંદર્યીકરણનો પ્રોજેકટ મારા હૃદયની ખુબ જ નજીક છે. સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફલાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેકટ અમદાવાદમાં કરવાની પ્રેરણા આપી. જોકે, જીવંત સિંહને લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિ તૈયાર કરાવી. મને ખાતરી છે કે ઈન્ટરએકિટવ મીડિયા ઉપકરણની સાથે આબેહુબ પ્રતિકૃતિઓ તમામ ઉંમરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે. એરપોર્ટ પર ધ ગીર ગુજરાતની ઓળખને પ્રતિબિંબત કરે છે જે એશિયાટીક સિંહને કારણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.