જૂનાગઢ: કુવામાં પડી જતાં માસુમ ભાઇ-બહેનના મોત

death
death

રમતા રમતા પડી જતાં ડુબી જતાં મૃત્યુ નિપજયા

જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં ફુલ સમાન બે બાળકો રમતા રમતા કુવા કાંઠે પહોંચી ગયા બાદ, કુવામાં પડી જતા બંને બાળકોના મોત થતા પરિવાર પર સોકનું આભ તુટી પડયું હતું. બીજી બાજુ આ ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી

જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા આલાભાઇ સદીભાઇ રાડાના બે ફૂલ સમાન સંતાનો અભય (ઉ.વ. 4) તથા રાધીકા (ઉ.વ. 3) નામના બન્ને બાળકો ઘર બહાર રમતા હતા અને  રમતા રમતા ઘરની સામે આવેલ કુવર તળાવના નામે ઓળખાતા કુવા કાંઠે પહોચી ગયા હતા અને અભય તથા રાધિકા રમતા રમતા કુવામા પડી જતા કુવાના પાણીમા ડુબી જવાથી બન્ને બાળકોના કરુણ મોત નિપજયા હતાં.