Abtak Media Google News

કુરીયરના બહાને  વૃધ્ધાને ટાર્ગેટ કરતા: 40 જેટલા ગુના નોંધાયા

જુનાગઢ શહેરમાં સીનીયર સીટીઝન ને ટાર્ગેટ કરી ચીલ ઝડપ કરતા આંતર રાજય  સમડીને ગણતરીની કલાકોમાં પકડી પાડી અને ગુન્હામા ગયેલ 100 ટકા મુદામાલની જુનાગઢ સી ડીવીઝન પોલીસે રીકવર કરી હતી.

ગત તા.18/05/2022 ના રોજ જુનાગઢ શહેરના ગીતાનગર સોસાયટી ખાતે રહેતા ફરીયાદી મધુબેન કાંતીભાઇ વેકરીયા (ઉવ. 60) ના ઘરે અજાણ્યા ઇસમે આવી, પોતે કુરીયર લઈને આવેલ છે અને કુરિયરાના કાગળ ઉપર સહી કરવાનું કહેતા વૃદ્ધા સહી કરવા જતા, અજાણ્યા ઈસમએ વૃદ્ધાના ગળામા પહેરેલ તુલશીની સોનાની માળા કિ. રૂ. 30,000 ની ચીલ ઝડપ કરી, મોટર સાયકલ ઉપર નાશી ગયેલ હતો. આ બાબતની ફરિયાદ ફરીયાદી મધુબેન કાંતીભાઇ વેકરીયા પટેલ દ્વારા જુનાગઢ સી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી.

દરમિયાન જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગુનામાં સંડોવાયેલ આરોપીની પકડી પડવા માટે જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી અને સ્ટાફ તથા નેત્રમ પ્રજેકટના પો.સબ.ઇન્સ. પી.એચ.મારૂ સહિતની જુદી જુદી બે ટીમો દ્વારા તુરત શહેરમા લગાડેલ  સીસીટીવીનો અભ્યાસ કરતા, તેમા એક બજાજ ડીસ્કવર મોટર સાયકલ શંકાસ્પદ જણાય આવેલ હતું. જેના આધારે પોકેટ કોપ એપ્લીકેશન દ્રારા નેત્રમ પ્રોજેકટના કેમેરામા દેખાતા ડીસ્કવર મોટર સાયકલ નંબર મેળવી, તપાસ કરતા, નંબર પ્લેટ ખોટી જણાય આવેલ હતી. બાદ અન્ય સીસીટીવી કેમેરામા અભ્યાસ કરતા, આ ડીસ્કવર મોટર સાયકલ ચાલક જોવામા આવેલ અને નંબર પ્લેટ પણ અલગ જણાય આવેલ જે નંબર જોતા, ૠઉં-06-ઊૠ-8554 જણાય આવેલ હતો. જેના આધારે પોકેટ કોપ એપ્લીકેશનથી સર્ચ કરતા, ભાવીન પટેલ વડોદરા વાળાના નામથી આર.ટી.ઓ.મા રજીસ્ટ્રેશન થયેલ હોય, જેથી આ ભાવીનભાઇનો સંપર્ક કરતા, તેને આ મોટર સાયકલ કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. વડોદરા વાળાને વેચેલ હોવાનુ જણાવેલ હતું.

બાદ આ કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. વડોદરા વાળાની પોકેટ કોપ એપ્લિકેશન દ્રારા આરોપી વિશે સર્ચ કરતા, આ આરોપીનો ગુનાહિત હતિહાસ જણાય આવેલ. જેમા તેને ભુતકાળમા આ પ્રકારના અસંખ્ય ગુન્હાઓ આચરેલ હોય, જેથી આ આરોપીનો વડોદરા શહેર પોલીસ મારફતે વિસ્તૃત માહિતી મેળવી, ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સેલ દ્રારા તપાસ કરતા, આ આરોપી જુનાગઢથી રાજકોટ તરફ જતો હોય, જેથી તુરંત એક ટીમને આરોપીની તપાસ માટે રાજકોટ રવાના કરેલ અને આ આરોપીને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી રાઉન્ડ અપ કરી, ઝડપી પાડી, પુછપરછ કરતા પોતે  ગુન્હો કર્યાની કબુલાત આપેલ હતી. પકડાયેલ આરોપી પાસેથી ગુનામાં ગયેલ સોનાની તુલશીના પારાની માળા કિ.રૂ. 30,000 તેમજ ગુન્હામા ઉપયોગ થયેલ બજાજ મોટર સાયકલ, મોબાઇલ મળી, કુલ રૂ. 70,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો.

જુનાગઢ લાવી પકડાયેલ આંતર રાજ્ય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરાની પૂછપરછ કરવામાં આવતા, આરોપી પોતે વડોદરાનો હોય અને ભુતકાળમા વડોદરા શહેરમા આ પ્રકારના ચીલ ઝડપના ગુન્હા આચરેલ હોય અને અલગ અલગ શહેરમા જઇ, રેકી કરી, કોઇ પણ મકાનમા આજુબાજુ તપાસ કરી, તે મકાન માલીકના નામ ઠામની માહિતી મેળવી, તેમના નામનુ ખોટુ કુરીયર બનાવી, કુરીયર દેવા જતા, જો તે કુરીયર રીસીવ કરવા કોઇ સીનીયર સીટીજન આવે અને તેના ગળામા સોનાની ચીજ વસ્તુ પહેરેલ હોય તો, ગુન્હાને અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. આમ, પકડાયેલ આરોપી ખાસ સીનીયર સીટીઝનને ટાર્ગેટ કરતો અને ગુન્હાને અંજામ આપ્યા બાદ તુરંત પોતાના કપડા તેમજ વાહનના નંબર પ્લેટ બદલી નાખતો હતો. તે આજથી પાંચ દિવસ પહેલા જુનાગઢ આવેલ હતો અને અલગ અલગ વિસ્તારમા રેકી કરી હોવાની પણ કબૂલાત કરેલ હતી.

પકડાયેલ આંતર રાજ્ય આરોપી કિશોર ઉર્ફે અજય મોહનભાઇ પુંજાભાઇ માછી રહે. સમાં, વડોદરા ભૂતકાળમાં વડોદરા શહેર, ગાંધીનગર, અમદાવાદ શહેર, આણંદ જિલ્લા, નડિયાદ, ગોધરા, પાટણ, પાલનપુર, મહેસાણા જિલ્લા, હિંમતનગર, પાદરા વડોદરા, સહિતના જિલ્લા તથા શહેર ઉપરાંત રાજસ્થાન રાજ્યના બાડમેર સહિતના પોલીસ સ્ટેશનોમાં આશરે 35 થી 40 જેટલા ગુનાઓમાં પકડાયેલ રીઢો ગુનેગાર છે.

પકડાયેલ આરોપી એ આ પ્રકારનો મોડસ ઓપરેન્ડીથી બીજા કોઈ ગુન્હાઓ આચરેલા છે કે કેમ…? તે બાબતે વધુ તપાસ સી ડિવિઝન પીએસઆઈ જે.જે.ગઢવી, આર. ડી.ડામોર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.