Abtak Media Google News

સૌરાષ્ટ્રના 70 સ્થળના 300 જેટલા સ્વયંસેવકો થયા સહભાગી

વ્યકિત નીર્માણ દ્રારા રાષ્ટ્ર નિર્માણની વ્યાપક સંકલ્પનાને વરેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકોનું ઘડતર તેના લક્ષ્યને અનુરૂપ કાર્યકર્તા નિર્માણ માટે પ્રતિવર્ષ ઉનાળાનાં વેકેશન દરમ્યાન પ્રથમ, દ્વીતિય અને તૃતિય વર્ષનાં સંઘ શિક્ષા વર્ગો દેશભરમાં યોજાય છે. જેના ભાગરુપે સૌરાષ્ટ્ર – કચ્છનો  આ વર્ષે પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનો આલ્ફા સ્કુલ – જૂનાગઢથી પ્રારંભ થયો છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત માંથી લગભગ 70  સ્થળો પરથી 300 જેટલા સ્વયંસેવકો આ વિસ દિવસીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્વખર્ચે આવ્યા છે.

આ શિક્ષાર્થીઓને પ્રશિક્ષણ આપવા માટે શિક્ષકો, પ્રબંધકો પણ સ્વખર્ચે જ આવતા હોય છે.સમગ્ર વર્ગ દરમ્યાન સંઘના અખિલ ભારતિય, ક્ષેત્રીય અને પ્રાંતિય અધીકારીઓનું રાષ્ટ્ર અને સમાજ જીવનનાં વિવિધ વિષયો ઉપર બૌદ્ધિક પ્રશિક્ષણ ઉપરાંત દંડ, વ્યાયામ યોગ, સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયમ જેવા શારિરીક વિષયોનું પણ શિક્ષણ આપવામાં આવશે.

જૂનાગઢ ખાતે પ્રારંભ થયેલા ઉદધાટન સત્રમાં અતિથી વિશેષ તરીકે પુષ્ટી ભક્તિમાર્ગના આચાર્ય વ્રજેન્દ્રકુમારજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પશ્ર્ચિમ ક્ષેત્રના મા.સંઘચાલક ડો.જયંતિભાઇ ભાડેશીયા, વર્ગાધીકારી  સુખદેવભાઇ વણોટ, વર્ગકાર્યવાહ ચંદ્રકાન્તભાઇ ઘેટીયા એ ભારતમાતાની પ્રતિમા સમક્ષ દિપ પ્રાગટય કરી વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો.

આચાર્યશ્રી વજેન્દ્રકુમારજીએ દિપ પ્રાગટ્ય બાદ પોતાના ઉદબોદ્ધનની શરૂઆત અજ્ઞાન તમિરાંધસ્ય શ્ર્લોકથી કરતા આ સાધના કરવા આવેલા સ્વયંસેવકોને વંદન કરતા જણાવ્યુ કે ભારતની અમુલ્ય ધરોહર આપણી વેદ પુરાણની વિચારધારા એને જીવવાનો પ્રયાસ, આપણું ભારત જયાં શાસ્ત્રોકત જીવનની કટીબદ્નતા જેમાં ધૈર્ય ,સહનશિલતા જેવા ગુણો એટલે યે ભારત દેશ મેરા.અહીંથી વીસ દિવસના અંતે આ વારસો લઇને જવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.