Abtak Media Google News

તાજેતરમાં જ જુનાગઢ ખાતે નોબલ યુનિર્વસટીનો પ્રારંભ થયો છે, અને આ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પ્રથમ પરીક્ષાનું પરિણામ માત્ર કલાકોમાં જ જાહેર કરી, શિક્ષણ શ્રેત્રે નોબલ યુનિ.એ ડંકો વગાડી દીધો છે, તે સાથે મહેનતનું પરિણામ ત્વરિત મળી જતા, વિદ્યાર્થીઓમાં એક અનેરી ખુશી અને પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો છે.

જૂનાગઢની નોબલ યુનિવર્સીટીની તાજેતરમાં બી.સી.એ. અને બી.એડ. ની પરીક્ષા યોજાઇ હતી. અને બી.સી.એ. કોલેજનું પરિણામ પરીક્ષા પૂર્ણ થયાના માત્ર 3 કલાકમાં જ અને બી.એડ. કોલેજનું પરિણામ પરીક્ષા પૂર્ણ થયે 48 કલાકમાં જ જાહેર કરી એક નોંધનીય સિદ્ધિ મેળવેલ છે. આ સાથે યુનિવર્સીટીમાં નાપાસ થનાર વિધાર્થીઓની પૂરક પરીક્ષા એક અઠવાડિયામાં પૂર્ણ કરી, વિધાર્થીઓને ન્યાય આપવા પ્રયત્ન કરેલ છે.

નોબલ યુનિવર્સીટીની પરીક્ષાનું ખૂબ જ ઝડપી પરિણામ જાહેર કરવા માટે પ્રો.વોસ્ટ ડો. એચ.એન. ખેરના સતત માર્ગદર્શન હેઠળ ડો. સી.ડી. સંખાવરા, તેમની ટીમ અને બી.એડ. તેમજ બી.સી.એ.ના સ્ટાફએ સંપૂર્ણ કામગીરી કરી હતી. જે બદલ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ નીલેશભાઈ ધુલેશિયા, વાઈસ પ્રેસિડેન્ટ ગીરીશભાઈ કોટેચા, મેનેજીંગ ટ્રસ્ટી વી.પી. ત્રિવેદી, કો-મેનેજીંગ ટ્રસ્ટી કે.ડી. પંડ્યા, એસો. પ્રેસિડેન્ટ પાર્થ ધુલેશિયા, એસો. વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ કોટેચા,એસો. મેનેજીંગ ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી તથા એસો. કો-મેનેજીંગ ટ્રસ્ટી સિદ્ધાર્થ પંડ્યા એ નોબલ ટીમને બિરદાવી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હોવાનુ  યુનિવર્સીટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડો. જય તલાટીની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.