Abtak Media Google News

માતાજીના દર્શન-ગીરનારના સૈદર્યના બેવડા લ્હાવાની રોપવે ટુરીસ્ટો ગદગદીત

જૂનાગઢ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યંનો ભંડાર હોવાની સાથે આધ્યમિક, ઐતિહાસિક અને પૌરાણીક વારસાની જાહોજલાલી છે. ઉપરાંત સ્થાપત્ય બેનમૂન ઝાંખી અહિં જોવા મળે છે.  જે પ્રવાસીઓ, અભ્યાસુઓ સહિત સૌ કોઈને આકર્ષે છે. અને તેના જ કારણે જૂનાગઢના પ્રવાસનને નવી ઊંચાઈ મળી રહી છે. અને વરસે દહાડે અહીં લાખો પ્રવાસીઓ આવતા હોવાથી જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારની આમદાની પણ વધવા પામી છે

જો જૂનાગઢ નગર અને જીલાની વાત થાય તો, દુનિયાભરમાં એશિયાટીક લાઈનનું એકમાત્ર ઠેકાણુ ગીર છે, અહી પ્રાણીઓના મહારાજા સિંહનું નિવાસસ્થાન છે. તે સાથે વન વિભાગનું રાષ્ટ્રીય ઉદ્યાન-અભયારણ્ય, જગવિખ્યાત સકરબાગ, રાજા રજવાડાઓની પ્રતીતિ રૂપ જૂનાગઢનું મ્યુઝિયમ, ઐતિહાસિક ઉપરકોટ, અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાના ભોયરા, મોહમ્મદ મહોબત ખાનજી મકબરા, તો ભાવિકોને આકર્ષતા પવિત્ર દામોદર કુંડ, ગિરનાર પર બિરાજતા દેવી-દેવતાઓ, ભવનાથના સાધુ, સંતો, મહંતોના દર્શન, અંગ્રેજોના વખતનો વીલિંગડન ડેમ, દાતારનો ડુંગર, દાતાર પર્વત પર બિરાજતા દાતાર બાપુ, કરોડોના ખર્ચે તૈયાર થયેલા ભગવાન સ્વામિનારાયણ મંદિર, આ બધું જ જૂનાગઢને વારસામાં મળ્યું છે. ત્યારે અહીં દુનિયાભરના યાત્રિકોને એક વખત આવવું એ સ્વપ્ન બની ગયું છે. અને તેના કારણે આજે જુનાગઢ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. અને ધીમે ધીમે જુનાગઢ પ્રવાસન ધામ તરીકે આગળ ધપી રહ્યું છે.

એક ટૂંકી નજર નાખીએ તો, પવિત્ર ગિરનાર પર્વત પરના ગિરનાર રોપ-વેમાં ગત વર્ષ-2022ના છેલ્લા ડિસેમ્બર માસમાં જ 1.06 લાખ પ્રવાસીઓએ રોપ-વેના માધ્યમથી ગરવા ગિરનારને નિહાળવાનો રોમાંચ અને તેનુ અદભૂત સૌંદર્યં માણ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.