Abtak Media Google News

1     ઝીરો બજેટ ખેતી થકી વર્ષે 6 લાખથી વધુનો નફો કરે

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગોધમજી ગામના શિક્ષક હરેશભાઇ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.

હરેશભાઇ તેમના પત્નિ,માતા વ્યવસાયે શિક્ષક છે. હરેશભાઇ તેમના ખેડૂત મજૂર બાબુભાઇની મદદથી આ ખેતી અને 11 ગીર ગાયોનું પાલન કરે છે.

હરેશભાઇ જણાવે છે કે ખેતી તેમને વારસામાં મળેલ વ્યવસાય છે.

Farming 1

તેથી તેઓ 2019 પહેલા રાસાયણીક ખેતી કરતા હતા. જેમાં ઉત્પાદન મળતું પરંતુ તેની સામે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો તેમજ હાઈબ્રીડ બિયારણોનો ખર્ચો ખૂબ જ વધી જતો હતો. જેના કારણે નફો બિલકુલ ઓછો મળતો હતો. રાસાયણિક ખેતીમાં બટાટા, ઘઉં, મરચા, મગફળી, કપાસ વગેરેની ખેતી કરતા હતા.

Farming 2

વર્ષ 2019ના જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેની રાજ્યવ્યાપી પાંચ દિવસની શિબિર હતી. આ શિબિરમાં હું અને મારા ખેતરમાં કામ કરતાં બાબુભાઈ નિસરતા બંને જણા પાંચ દિવસ તાલીમ લીધી. આ તાલીમ બાદ અમે નક્કી કર્યું કે આપણે હવે પ્રાકૃતિક ખેતી કરીશું. શિબિરમાંથી આવીને પહેલા તો થોડી એક રાસાયણિક ખાતરની થેલીઓ હતી તે ખાતર વેચી દીધું  અને  દેશી ગાય લાવ્યા જેથી પ્રાકૃતિક ખેતી થઈ શકે.

Farming 3

ઉનાળુ મગફળી અને એક વીઘામાં વિવિધ 16 પ્રકારની શાકભાજીનું વાવેતર સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પ્રમાણે કર્યું.  શાકભાજી વધારે થવા લાગી તો  ખેતર ઉપર જ એનું છૂટક વેચાણ ચાલુ કર્યું. ગ્રાહકોએ અમારી જોડેથી શાક લીધું એમના પ્રતિભાવ પણ ખૂબ જ સારા રહ્યા. પહેલા વર્ષે એક વીઘામાથી સરેરાશ દૈનિક રૂ.400/-નું શાકભાજી  વેચાણ થવા લાગ્યું.

Dsc 0163

ઉનાળુ મગફળીમાં બાજુમાં રાસાયણિક ખેતીથી મગફળી પકવેલી તેટલો જ ઉતારો અમારી મગફળીનો રહ્યો. આ પ્રયોગ બાદ અમે નક્કી કર્યું હવે પછી અમારે રાસાયણિક ખેતી કરી જમીનને બગાડવી નથી. જો પ્રાકૃતિક કૃષિ થી રાસાયણિક જેટલું ઉત્પાદન મળતું હોય તો શું કામ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પાછળ ખોટા પૈસા નાખી દેવા.

Farming 4

હાલમાં એક થી દોઢ વિધામાં મિશ્ર મોડ્લ ખેતીમાં શાકભાજીમાં સરગવો, રીંગણ, વટાણા, મૂળા,બીટ,પાલક,ડુંગરી, લસણ, દૂધી, દેશી મકાઇ, ધાણા,સવાની ભાજી,મેથી અને વિદેશી શાક બ્રોકલી, લાલ કોબીજ, મોગરી, શીમલા મરચા, ઝૂકીની, નોલખોલ જેવા શાક કીલોના રૂ.40 થી રૂ.60ના ભાવે અને ગીર ગાયોના દૂધનું વેચાણ કરી વધારાની આવક કમાય છે. આ વર્ષે તેમણે ખેતરમાં શેરડીનો પાક, ઘઉં, ચણા અને કપાસનો પાક કર્યો છે. હરેશભાઇ પોતાની 8 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી એટલે કે ઝીરો બઝેટ ખેતી થકી વર્ષે 6 લાખથી વધુનો ચોખ્ખો નફો કરે છે સાથે પ્રકૃતિ સંવર્ધન થકી આત્મસંતોષ મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.