Abtak Media Google News

વીડિયો વાયરલ થતા વન વિભાગ દોડયું : સાબરને જંગલમાં ખસેડાયું

જૂનાગઢમાં મંગળવારની રાત્રિએ એક સાબર છે કે આઝાદ ચોક સુધી પહોંચી ગયું હતું અને હવે કઈ બાજુ જવું તે માટે આમ તેમ નજર ફેરવી રહ્યું હતું. તે દરમિયાન ત્યાંથી પસાર થતા લોકોએ આ સાબરનો વિડીયો ઉતારી, વાઇરલ કર્યો હતો. જે વન વિભાગના ધ્યાનમાં આવતા તાત્કાલિક વન વિભાગના સ્ટાફે સાબરને શોધી, શાબરને જંગલ તરફ વાળ્યો હતો.

જો કે, ગિરનાર સેન્ચ્યુરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરવિંદ ભાલીયા આ બાબતે જણાવે છે કે, સાબર શહેરમાં આવ્યાની ઘટના રાત્રિના બે વાગ્યાની છે. અને મહાસાગર ટ્રાવેલ્સના રસ્તેથી આ સાબર શહેરમાં આવી ચડ્યું હતું અને ભૂલું પડ્યું હતુ. તેને વન વિભાગ દ્વારા સલામત રીતે જંગલ તરફ વાળ્યું છે. બીજી બાજુ પ્રાણી પ્રેમીઓમાં થતી ચર્ચા મુજબ, હવે જંગલમાં ગીચતા વધી છે. અને માનવ હેરફેર પણ વધી છે.

જેને કારણે વન વિસ્તારમાં રહેતા સિંહ, દીપડા બાદ  હવે સાબર પણ જુનાગઢ શહેરમાં આવી ચડ્યું છે, તો એક ચાર સિંહનું એક ગ્રુપ તો જંગલની બહાર જ પોતાની ટેરીટરી બનાવી નવું રહેઠાણ બનાવી લીધું છે. ત્યારે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ જંગલ તરફ જ રહે તે માટે વન વિભાગ એ તાકીદે કોઈક નકર પગલા ભરવા જરૂરી જ નહીં, પરંતુ આવશ્યક બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.