Abtak Media Google News

ગુજરાતની નહીં પરંતુ સમગ્ર ભારતની અતિ સાહસિક અને ખંતીલી એવી ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે રવિવારે વહેલી સવારે ભવનાથ ખાતે યોજવાની છે. ત્યારે ગરવા ગઢ ગિરનારને સર કરવા ગુજરાતના 20 જિલ્લાના 1,171 સ્પર્ધકો દોડ મુકશે. અને પોતાનો જોમ જુસ્સો બતાવી માત્ર મિનિટોમાં ગિરનારના પગથિયા નું ચઢાણ – ઉતરાયણ કરી પોતાના સાહસ અને કૌવતનું પ્રદર્શન કરશે.

Advertisement

એશીયાના સૌથી ઉચા પર્વતને મીનીટોમાં આંબવાની ગિરનાર  અરોહણ અવરોહણ સ્પર્ધામાં ઈનામોની રકમ વધારાઈ

એશિયાના સૌથી ઊંચા પર્વતને મિનિટોમાં આબવા માટે આવતીકાલે રવિવારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવા જઈ રહી છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે યોજાતી રાજ્ય કક્ષાની આ સ્પર્ધા માં આ વખતે 20 જિલ્લાના 1,171 સ્પર્ધકો ભાગ લેવા જઈ રહ્યા છે.

આ વખતની સ્પર્ધા દર વર્ષની જેમ 4 કેટેગરીમાં યોજાશે. જેમાં સિનિયર કેટેગરીમાં 530 અને જુનિયર કેટેગરીમાં 351 મળી 871 ભાઈઓ અને સિનિયર બહેનોમાં 133 અને જુનિયર બહેનોમાં 157 મળીને 290 બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમ ચારેય કેટેગરી મળીને કુલ 1171 સ્પર્ધકો આ વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.

જો જિલ્લા વાર સ્પર્ધકોની સંખ્યા ઉપર નજર કરીએ તો, આ વખતે સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના 541 અને જૂનાગઢ જિલ્લાના 451  સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. જ્યારે અમરેલી જિલ્લાના 70, ભાવનગર જિલ્લાના 32, રાજકોટ જિલ્લાના 26, સુરેન્દ્રનગર જિલ્લાના 13, અમદાવાદ અને જામનગર જિલ્લાના 12 – 12, સુરત જિલ્લાના પ, મોરબી જિલ્લાના 4, કચ્છ અને દાહોદના 3- 3 મહીસાગર, ખેડા, નવસારી, છોટાઉદેપુર અને સાબરકાંઠાના 1 – 1 સ્પર્ધકો એ આ સ્પર્ધામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સવારે 7 વાગ્યે રાજશ્રીઓ અને અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે પ્રથમ ભાઈઓની સ્પર્ધા યોજાશે. અને બાદમાં 9 વાગ્યે બહેનો માટેની સ્પર્ધા શરૂ થશે. માત્ર મિનિટોમાં પૂર્ણ થતી આ સ્પર્ધાઓનું કોમ્પ્યુટર રાઈઝર પરિણામ તૈયાર કરવામાં આવશે. અને બપોરે 12 વાગ્યે આ સ્પર્ધાના વિજેતાઓનું ભવ્ય સન્માન સાથે રોકડ ઇનામ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથે સન્માનિત કરી પ્રોતસાહિત કરવામાં આવશે.

જૂનાગઢની ગિરનાર આરોહણ અવરોહણ અને દસકાઓ પૂર્વે શરૂ થયેલ આ સ્પર્ધા ખૂબ લોકપ્રિય બની રહી હતી અને ઉત્સાહિક સ્પર્ધકોનો વધારો થતો આવ્યો હતો, તથા સ્પર્ધા એ સૌથી વધુ સ્પર્ધકોનો ભૂતકાળમાં રેકોર્ડ પણ બનાવ્યો હતો. પરંતુ ગત વર્ષે 20 જિલ્લામાંથી 1,471 સ્પર્ધકો એ રજીસ્ટ્રેશનના કરાવ્યું હતું. તેની સામે આ વર્ષે 20 જિલ્લાના 1,171 સ્પર્ધકોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 300 સ્પર્ધકો નો ઘટાડો નોંધાયો છે.

બીજી બાજુ જૂનાગઢમાં યોજાતી આ સ્પર્ધા અને જૂનાગઢના બાળકોથી લઈને યુવકો શિયાળાના દિવસોમાં અનેક વખત ગિરનાર ચડી પ્રકૃતિનો આનંદ માણી ગિરનાર ઉપર બિરાજતા દેવી-દેવતાઓના દર્શને જાય છે. જેના કારણે ગિરનારના પગથિયાઓથી તેઓ માહિતગાર હોય છે. અને ખૂબ સારી પ્રેક્ટિસ પણ હોય છે, તે સાથે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આ સ્પર્ધાના ભૂતપૂર્વ વિજેતાઓ દ્વારા કેમ્પના પણ આયોજન કરવામાં આવે છે. અને સ્પર્ધકોને પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. છતાં પણ એક વખત હજારોની સંખ્યામાં જુનાગઢના સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાતા જોડાઈ રહ્યા હતા તેમાં ઉતરોતર ઘટાડો નોંધાય રહ્યો છે, અને આ વખતે જુનાગઢ જિલ્લાના માત્ર 415 સ્પર્ધકો એ જ ભાગ લીધો છે. તેના કરતાં તો ગીર સોમનાથ જિલ્લાના વધુ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ સ્પર્ધા આજના સાહસિક યુવક યુવતીઓ માટે ખૂબ જ આસાન હોય છે. પરંતુ એટલી જ જોખમી માનવામાં આવે છે. ત્યારે આયોજકો દ્વારા ગિરનારના પગથિયા ઉપર ટ્રેકર, ડોળીવાળા અને આરોગ્ય સ્ટાફને ખડે પગે રાખવામાં આવે છે. આ સાથે ભવનાથ ખાતે પણ એક દવાખાનું ઊભું કરવામાં આવે છે. જ્યાં સર્જન સહિતના તબીબો ને ફરજ સોંપવામાં આવે છે. અને 108 તથા એમ્બ્યુલન્સ સહિતની સગવડ રાખવામાં આવે છે.

આ સાથે સ્પર્ધા પૂર્વે રાત્રીના 12 વાગ્યે થી સ્પર્ધા પૂર્ણ થાય ત્યાં સુધી બપોરના 12 વાગ્યા સુધી તમામ યાત્રિકો માટે ગિરનારના ચઢાણ ઉતરાયણ બંધ કરવામાં આવે છે, તથા ગિરનારના પગથિયા ઉપર કોઈ વન્ય પ્રાણી સ્પર્ધકોને અડચણરૂપ ન થાય કે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે વન વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સહિતના કર્મીઓને પણ પગથિયા ઉપર તૈનાત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.