Abtak Media Google News

પોલીસ તથા આર.ટી.ઓ તંત્રની મીઠી નજર

જુનાગઢ ઘણાં સમયથી સારા અને ફરજનીષ્ઠ અધિકારીઓની રાહ જોવાઇ રહી હતી તાજેતરમાં સરકારમાંથી થયેલી બદલીઓને લઇ જુનાગઢને સારા નિષ્ઠાવાન અધિકારીઓની ટીમ તો મળી ગઇ અને એક તબકકે એવું પણ કહી શકાય કે આ સામાજીક તત્વો ગામ છોડી ને પોબારા ભણી ગયા છે તો અમુક ગામ છોડવાની તૈયારીમાં છે સારા કર્મઠ અધિકારીઓથી અસામાજીક તત્વોમાં હાલ ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. ગુંડાગીરી જેટલી જ જુનાગઢની પ્રજાને રઝળથી ટ્રાફીક સમસ્યા ઉકેલવામાં પોલીસ ઘણા બધા અંશે સકસેસ થઇ છે

પરંતુ ફકત ટુ વ્હિલરો પર જ પોલીસનો દંડો વિઝાય રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો બેફામ બની હજુ મનમાની ચલાવી રહ્યા છે. બસ સ્ટેશન પાછળ રેલવેની ખાલી પડેલ જગ્યામાં ગેરકાયદેસર વાહનો પાર્ક કરી બસ સ્ટેશનમાંથી ખુલ્લે આમ પેસેન્જરો ભરવા રેલવે સ્ટેશનના ગેટ અને ટ્રાફીક બ્રાંચની સામેથી પેસેન્જરો ભરવા ગાડીઓ રસ્તા પર આડી રાખી ટ્રાફીક બ્રાંચની અડચણ થાય તે રીતે ખુલ્લે આમ દાદાગીરીનું પ્રર્દશન કરતા આ ટ્રાવેલ્સ સંચાલકોને જોઇ અને તેની સામે પોલીસની મજબુરી જોઇ જુનાગઢની પ્રજાના માનસ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

જો કે કડક અધિકારીઓની ધાકના કારણે એક તબકકે ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા ખોરીના દુષ્ણમાં ઘણો સારો એવો ફેરફાર શકય બન્યો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. પરંતુ હજુ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોના ધુટણીએ પડી હોય તેવું લોકોને સ્પષ્ટ દેખાઇ રહ્યું છે જુનાગઢના ગાંધીચોક, બસ સ્ટેશન પાસે તેમજ પાછળના ભાગે તેમજ તળાવ તેમજ  ઝાંસીના પુતળા પાસે સફાયો થાય તેવી પ્રબળ લોક માંગ પ્રબુઘ્ધોમાં ઉઠવા પામી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.