Abtak Media Google News

જેસીઆઇ ઇન્ડિયાના ૨૦૧૮નાં રાષ્ટ્રીય પ્રમુખ જેસીઆઇ સેનેટર અર્પિત હાથી જેસીઆઇ રાજકોટ સિલ્વરની મુલાકાતે. તા: ૨૯/૦૪/૨૦૧૮ નાં રોજ હોટેલ કે. કે. ક્રન્ચી રિપબ્લિક, રાજકોટ ખાતે વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વ સભર અને ઉત્સાહી એવા લોક લાડીલા રાષ્ટ્રીય પ્રમુખનું નવીનતાપૂર્વક અને શાહી રીતે ભાવભર્યું સ્વાગત જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વ્રારા કરવામાં આવેલ.

Advertisement

દુરંદેશી નેતૃત્વના ગુણો ધરાવતા રાષ્ટ્રીય પ્રમુખની આ વર્ષની યોજના ‘ઈમ્પેક્ટ ૨૦૩૦’ હેઠળ અર્થપૂર્ણ પ્રોજેક્ટ્સ દ્વ્રારા સ્થાનિક સંસ્થાઓની સ્થાનિક જરૂરિયાતોને અસરકારક રીતે આયોજન કરી સ્થાનિક સ્તરની મજબૂત અસર ઊભી કરી શકાય એવા વિઝનની માહિતી પૂરી પાડેલ.

આ વર્ષે જેસીઆઇ નુ વૈશ્વિક અધિવેશન વર્લ્ડ કોંગ્રેસ ભારતના ગોવા મુકામે આયોજન કરેલ છે જેનો મુખ્ય હેતુ “અતુલ્ય અને અવર્ણનીય” ભારતની છબી વિશ્વ સમક્ષ સ્થાપિત કરવાનો સંદેશ આપવાનો છે. જેસીઆઇના સભ્યો પોતાના વેપારને ભારત પૂરતો સીમિત ન રાખતા વિશ્વના દરેક દેશમાં ઓળખ ઉભી કરી શકાય એવા હેતુસર રાષ્ટ્રીય પ્રમુખે તમામ સભ્યોને વૈશ્વિક અધિવેશન વર્લ્ડ કોંગ્રેસમાં સહભાગી થવાનું આમંત્રણ આપેલ.

જેસીઆઇ રાજકોટ સિલ્વરના વર્ષના આગામી પ્રોજેકટ “સ્પીકર ઓફ રાજકોટ” “હેલ્ધી બેબી કોમ્પિટિશન” અને “ડિજિટલ બિઝનેસ ડિરેકટરી” નું રાષ્ટ્રીય પ્રમુખના હસ્તે અનાવરણ કરવામા આવેલ. જેસીઆઇ રાજકોટ સિલ્વરના ભુતપૂર્વ પ્રમુખ તથા ઉપપ્રમુખે જેસીઆઇ ફાઉંડેશન માં યોગદાન આપેલ.

આ કાર્યક્રમમાં જેસીઆઇ ઈન્ડિયા ઝોન ૭ ના ઝોન પ્રમુખ જેસીઆઇ સેનેટર હિતુલ કારિયા, ઉપપ્રમુખ જેએફએમ ડૉ.પરાગી ગાંધી, જેસી હિમાંશુ જેઠવા, જેસીઆઇ રાજકોટ મિડટાઉન ના પ્રમુખ આલોક જાની, જેસીઆઇ ગોંડલ નિર્ઝર ના પ્રમુખ સચિન તેરૈયા, તથા જેસીઆઈ રાજકોટ સિલ્વર ના પાસ્ટ પ્રેસિડેંટસ પણ ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જેસીઆઇ રાજકોટ સિલ્વરના પ્રમુખ જેસી રાકેશ વલેરા અને ચેપ્ટરની સમગ્ર ટીમ એ જહેમત ઉઠાવેલ હતી.

વર્ષ ૨૦૧૮ માટે સંસ્થામાં માર્યાદિત સંખ્યામાં સભ્યો બનાવવાનું ચાલુ હોઇ સભ્ય થવા ઈચ્છુક ૨૫ થી ૪૦ વર્ષના યુવક-યુવતીઓએ પ્રમુખ જેસી રાકેશ વાલેરા (મો. ૯૮૭૯૫૭૮૭૮૬), સેક્રેટરી જેસી પ્રશાંત સોલંકી (૯૯૦૪૭૦૦૬૨૮) અથવા ઉપપ્રમુખ જેસી નુરૂદ્દીન સાદીકોટ (૯૫૫૮૦૯૧૦૫૨) નો સંપર્ક કરવા પી.આર.ઓ. એ યાદીમાં જણાવાયુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.