ગાંધીજી જ્યાં બાળપણમાં રોકાયા હતા તે કબા ગાંધીના ડેલામાં હવે “બાપુ” કાયમી મુકામ

કબા ગાંધીના ડેલા ના “ગાંધીસ્મૃતિ સંગ્રહાલય” ગાંધીજીની બે મૂર્તિઓ બિરાજમાન કરાઈ

રાજકોટ સાથે મહાત્મા ગાંધીજીનો અનોખો કાયમી અને અતૂટ નાતો રહ્યો છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી પોરબંદર થી રાજકોટ ખાતે 1881 માં આવ્યા હતા ત્યારે તેમના પરિવારજનો કબા ગાંધીના ડેલામાં રહ્યા હતા ગાંધીજીએ પણ તેમના જીવનના શરૂઆતના વર્ષો કબા ગાંધીના ડેલામાં વિતાવ્યા હતા. જે ઘરમાં ગાંધીજી રહેતા હતા તે ઘરનું નામ હાલ ‘કબા ગાંધીના ડેલા’ તરીકે પ્રખ્યાત થયું છે કબા ગાંધી ના ડેલાની ઐતિહાસિક ધરોહર હવે ગાંધી સ્મૂર્તિ સંગ્રહાલયમાં રૂપાંતરિત થઈ ચૂકી છે અને અહીં ગાંધીજી સાથે સંકળાયેલી ધરોહરો સાથે કાયમી પ્રદર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે ગાંધી સ્મૃતિ સમા કબા ગાંધીના ડેલાની મુલાકાતે દર વર્ષે દેશ-વિદેશના હજારો લોકો આવે છે આ ઐતિહાસિક સ્થળ જ્યાં ગાંધીજી બાળપણ માં રોકાયા હતા, એ કબા ગાંધીના ડેલાના ગાંધી સ્મૃતિ ભવનમાં આજે જાણે કે ગાંધીજી કાયમી રોકાવા માટે આવ્યા હોય તેમ કબા ગાંધીના ડેલામાં ગાંધી સ્મૂર્તિ ભવનમાં ગાંધીજીની બે પ્રતિમાઓ મૂકવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.

આજે સવારે રાજકોટના ઢેબર રોડ પર આવેલી જીવન કોમર્શિયલ કોર્પોરેટીવ બેંક,આલફેડ સ્કુલ કે જે ત્યાં  ગાંધીજી ભણ્યા હતા વાજતે ગાજતે ગાંધીજીના સ્ટેચ્યુની શોભા યાત્રા સવારે8/30 કલાકેશરૂ કરવામાં હતી અને બરાબર સવારના 9 વાગે આ શોભાયાત્રા ગાંધીજીની પ્રતિમા સાથે કબા ગાંધીના ડેલામાં પહોંચી હતી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુની સ્થાપના કરવામાં આવી હતી.. કબા ગાંધી ખાતે ના ઐતિહાસિક ધરોહર જેવા ગાંધી સ્મૂર્તિ ખાતે હવે ગાંધીજીની પ્રતિમાના દર્શન કરી શકાશે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ સ્મૃતિ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી, ટ્રસ્ટી અનામીક ભાઈ શાહ, વિનુભાઈ, ભરતભાઈ સહિતના  ગાંધીવાદી સામાજીક રાજકોય આગેવાનો  મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતુકે, કબાગાંધીનો ડેલો સ્મૃતી ભવનનો વિકાસ સતત ચાલુ રહેશે અને  આંતરરાષ્ટ્રીય કક્ષાના   પર્યટન સ્થળ તરીકે વિકસીત કરવામા કોઈ કચાશ નહી રખાય અહી   વધુમાં વધુ લોકો  આવે  તેવું  આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં  ગાંધીજીની મૃર્તીઓ બનાવનાર  પ્રવિણભાઈ પટેલ, ધર્મેશભાઈ પરસાણા,  અને   ગાંધીજીના જીવન આધારીત ડોકયુમેન્ટરીનું  હિન્દી અને ગુજરાતીમાં અવતરણ કરનાર કિશોરભાઈ  ડોડીયાનું અને લેખક કેયુરભાઈ , ડાયરેકટર સહિતનાઓનું  કલેકટરે   સન્માન કર્યું હતુ.આ કાર્યક્રમમાં  વિશાળ સંખ્યામાં  ઉપસ્થિત રહીલોકોએ વંદેમાતરમ, જયહિન્દ મહાત્મા ગાંધીની જય ના નારા સાથે  કબા ગાંધીના ડેલાને  ગુંજવી દીધો હતો. રાજકોટની કબા ગાંધી ના ડેલાની વિરાસત મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલા અતિ મહત્વના સ્મારકોમાં સૌથી વધુ મહત્વનું ગણવામાં આવે છે કબા ગાંધીના ડેલામાં ગાંધી સ્મૂર્તિ માં હવે બાપુની પ્રતિમા ને કાયમી સ્થાન આપવામાં આવ્યું છે

કબા ગાંધીનો ડેલો સ્મૃતિ ભવનના વિકાસમાં કોઈ કચાશ નહી રહે: કલેકટર

કબા ગાંધીના ડેલોમાં  ગાંધીજીની  પ્રતિમાના  અનાવરણથી  ગાંધીજી નું આ સ્મારક ભવન વધુ  ગરીમાપૂર્વક બન્યું છે. રાષ્ટ્રીય સ્મારકનું  વધુને વધુ વિકાસ જરૂરી છે.  આ સ્થળનું  આંતરરાષ્ટ્રીય  સ્તરનો વિકાસ કરાશે તેમ કલેકટર ડો. અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતુ.

ગાંધી સ્મૃતી ટ્રસ્ટના વિકાસમાં ગુજરાત ટુરીઝમનો  ખુબ સહયોગ: અલ્પનાબેન ત્રિવેદી

ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનો  ગુજરાત  ટુરીઝમનો ખૂબજ   સહયોગ મળ્યો છે. ગાંધીજીની  બાલ્યવસ્થા  યુવાવસ્થા  અહી વીતી છે.  અને ગાંધીજીએ તેની આત્મકથશમાં  વર્ણાવ્યું છે કે  તેઓ હંમેશા સત્ય બોલવું તેવું મનમા સ્થાપિત  અહીંથી થયું હતુ  પોરબંદર જન્મભૂમિ, અમદાવાદ સાબરમતી કર્મભૂમિ, રાજકોટનો  કબાગાંધીનો ડેલો સંસ્કાર ભૂમિ છે.

મારા જીવનના મહત્વના દિવસો  કબા ગાંધીના ડેલામાં વિતાવ્યા હોવાનું  ગાંધીજીએ જણાવ્યું હતુ: અનામીતભાઈ શાહ

ગાંધીજીએ  પ્રાથમિક  શાળાનો અભ્યાસ  આલ્ફેડ હાઈસ્કુલમાં કર્યો હતો. ગાંધીજીએ  આત્મ કથામાં  લખ્યું છેકે મારા સૌથી મહત્વના  દિવસો   અહીયા વિત્યા છે.  તેઓની વિદ્યાર્થી કાળ દરમ્યાન થયેલી ભૂલો   વિગતવાર  આત્મ કથામાં  રજૂ કરી છે. કબા ગાંધીનો ડેલો  એક મોટુ  પર્યટન સ્થળ છે. આ સ્થળ વિદ્યાર્થીઓથી માંડી તમામ નાગરીક   માટે અભ્યાસ ની  ઉતમ જગ્યા છે