Abtak Media Google News

ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને અધિકારીઓને સમયાંતરે જનતાની વચ્ચે જઈને તેમને સાંભળવા, સમજવા અને તેમની મુંઝવણોને સમજીને ફોલોઅપ લેવા સૂચના

જનજનની સુખાકારી માટે પાયાની કામગીરી કરતી રાજ્ય સરકારે લોકોની મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેને વર્ષ 2023ના એપ્રિલ માસમાં સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે રાજ્ય સરકારના છેલ્લા 20 વર્ષથી લોકાભિમુખ વહીવટને ચરિતાર્થ કરતા સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ રાજકોટ જિલ્લામાં પ્રાંત અધિકારી (ગ્રામ્ય) વિવેક ટાંકના અધ્યક્ષ સ્થાને પડધરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

1682327472847

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાએ 115 અને તાલુકા કક્ષાએ 62 અરજીઓ સહિત કુલ 177 અરજીઓ મળી હતી. જેને પ્રાંત અધિકારીએ સાંભળીને અરજદારોના પ્રશ્નોનું ત્વરીત નિવારણ લાવવા સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં ઘટતી કામગીરી પૂર્ણ કરવા ભાર મુક્યો હતો. ઉપરાંત ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી અને અધિકારીઓને સમયાંતરે જનતાની વચ્ચે જઈને તેમને સાંભળવા, સમજવા અને તેમની મુંઝવણોને સમજીને ફોલોઅપ લેવા જણાવ્યું હતું. તેમજ સરકારની પારદર્શક વહીવટી પ્રક્રિયાનો ભાગ જનતા બને તે માટે ગ્રામજનોને જરૂરી માહિતી પૂરી પાડીને જાગૃત કરવા જણાવ્યું હતું.

1682327472861

જમીન માપણીના રિ-સર્વેના પ્રશ્ન  અંગે પડધરી તાલુકા સ્વાગતમાં આવેલ થોરીયાળી ગામના સરપંચએ મનોજભાઈ પેઢડીયાએ જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમને કારણે ગામડામાં રહેતા લોકોને ઘણી રાહત થઈ છે. આજે કોઈપણ મુંઝવણ હોય તો સ્વાગત કાર્યક્રમને કારણે અમારા જ ગામમાં પ્રશ્નોનું સરળતાથી નિરાકણ થઈ જાય છે. અધિકારીઓ ખુદ અમને સાંભળીને યોગ્ય ઉકેલ કરી આપે છે.

પ્રશ્નોના નિવારણ માટે શહેરની કચેરીઓમાં જવું નથી પડતું. આજે સ્વાગત કાર્યક્રમમાં ઘર આંગણે જ સરળતાથી મારા પ્રશ્નનું નિરાકરણ થયું છે.

અમારા નાનાવડા ગામમાં પેવર બ્લોક, પાણીની પાઇપલાઇન અને સ્મશાનમાં પતરા નાખવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને પાણી બાબતેની મુશ્કેલીઓ ઓછી થાય તે માટે પાણીની પાઇપલાઇનની કામગીરી સત્વરે શરૂ થાયે તે માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જેનો અમને આદરપૂર્વક સંતોષકારક જવાબ પ્રાંત અધિકારી પાસેથી મળ્યો છે અને અમને વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે એક અઠ્ઠવાડિયામાં ગામમાં પેવર બ્લોક અને પાઈપ લાઈનની કામગીરી શરૂ થઈ જશે તેમ મોહનભાઈએ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.