Abtak Media Google News

ભેજવાળા પ્રદેશોમાં થતું અતિ દુર્લભ અજોલા ઘાસનું વાવેતર: સુકા પ્રદેશમાં કરીને બીટા ગામના પ્રગતિ સખી મંડળ તથા ગ્રામ્ય સખી સંઘે સર્જયો કિર્તીમાન

કચ્છ જેવા સુકા મલકમાં સામાન્ય પાકો પણ પાણીના અભાવે સુકાઇ જતા હોય છે ત્યારે જિલ્લાના સરહદી અબડાસા તાલુકામાં બીટા ગામની મહિલાઓએ ભેજવાળા પ્રદેશોમાં થતું અતિ દુર્લભ એવું અજોલા ઘાસનું સુકા પ્રદેશમાં સફળ વાવેતર કરી બતાવીને પોતાની મહેનત અને મનોબળનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. અબડાસા તાલુકાની મોટા ભાગની વસતી ખેતી અને પશુપાલન પર નિર્ભર કરે છે. વધુમાં ઉનાળાના સમયમાં ઘાસચારાની ખુબ જ અછત સર્જાતી હોય છે. મોંઘવારીના સમયમાં બમણા ભાવથી પણ લીલો ઘાસચારો ખરીદવા માટે માલધારીઓ તૈયાર થઈ જતા હોય છે. એક બાજુ પોતાના પરિવારનું ગુજરાત માંડ ચાલતું હોય છે તે સ્થિતિમાં ઘાસ ખરીદવું માલધારીઓ માટે મુશ્કેલ બની જાય છે.

આ સમસ્યામાંથી બહાર નિકળવા બીટા ગામની મહિલાઓએ મિશન મંગલમ યોજનાનો સહારો લીધો . બીટા ગામની બહેનો દ્વારા વિવિધ સખી મંડળની રચના કરવામાં આવી  ગ્રામ સંગઠન (ટઘ) ની રચના કરવામાં આવી. જેમાં સખી મંડળના બહેનો દ્વારા ખેતી અને પશુ પાલનની તાલીમ લેવા નિર્ણય લેવામાં આવ્યો.  જેના પરીણામે આ મંડળને યોજનાકીય નાણાકીય લાભ અંતર્ગત રૂ.15000/- રીવોલ્વીંગ ફંડ તેમજ ટઘ માંથી 25000/- ધિરાણનો લાભ પ્રાપ્ત થતા બહેનોએ સાથે મળીને પશુપાલન તથા ખેતીની તાલીમ લીધી .

ે આદર્શ પશુપાલન તેમજ ખેતીમાં અજોલા ઘાસની ખેતી કેવી રીતે કરવી તેમજ આ ઘાસના ફાયદાની સમજ આપવામાં આવી હતી.  આ ઘાસ ખુબ જ દુર્લભ હોવાથી બજારમાં વેંચાણ કરતા તેની સારી એવી કીંમત પ્રાપ્ત થાય છે. તેથી મહિલાઓ તેને આજીવિકાનું સાધન પણ બનાવી શકે છે.

તાલીમ બાદ બહેનોએ અજોલા ઘાસની ખેતી કરવાનું નક્કી કર્યું . વર્તમાન સમયમાં  આ ઘાસ ઓછી બજારકિંમતે વેચવામાં આવે છે. તેમજ આ ઘાસ પશુને આપવાથી દુધની ગુણવત્તા તેમજ જથ્થામાં સારો એવો વધારો કરી શકાય છે.

આ માટેના બેડ તેમજ કાચો માલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી બહેનોને નિ:શુલ્ક આપવામાં આવ્યા હતા. અત્યારે બહેનો દ્વારા 30-40 કિલો ઘાસ ઉગાડવામાં આવ્યું છે. જે પોતાના પશુને પણ આહારમાં આપવામાં આવે છે..

આમ, સરકારની આ કલ્યાણકારી યોજનાએ સરહદી સુકાપ્રદેશની મહિલાઓની તથા તેના પરીવારની કિસ્મત તથા સુકી ભૂમિની તાસીર બદલી દિધી છે. હાલ, આખું ગામ તેનાથી લાભાન્વિત થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.