Abtak Media Google News

આ વર્ષે વેકેશનમાં મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન અને હોરર હાઉસમાં શહેરીજનો કરશે મોજ: પરીવાર સાથે આનંદની પળો માણવાની શ્રેષ્ઠ જગ્યા એટલે ફનવર્લ્ડ: પ્રદિપસિંહ ઝાલા

ફનવર્લ્ડ ખાતે દર વર્ષે અવનવા આકર્ષણોનું સર્જન થાય છે. બાળકોથી લઇને દરેક વયના લોકો આનંદ માણી શકે તે ઘ્યાનમાં રાખીને નવા આકર્ષણો લાવવામાં આવે છે. આ વર્ષે વેકેશનમાં ફનવર્લ્ડ ખાતે મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન, હોરર હાઉસ જેવી રાઇડસ રાખવામાં આવી છે. આ રાઇડસનો શહેરીજનો ભરપુર આનંદ ઉઠાવી રહ્યા છે.

Vlcsnap 2017 05 13 08H46M33S209ફનવર્લ્ડના મેનેજર પ્રદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ફનવર્લ્ડ રાજકોટનું પ્રથમ એમ્યુઝમેન્ટ પાર્ક છે. અમે દર વર્ષે નવા આકર્ષણો લઇને આવીએ છીએ અને આ આકર્ષણો લોકોને ખુબ ગમે તેવા હોય છે. આ વર્ષેની નવી રાઇડસમાં હોરર હાઉસ, જંગલ સફારી, ૪ ડી સિનેમા, ફેન્ટસી ટ્રેઇનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ટિકીટની કિંમત વિશે જણાવ્યું હતું કે ફનવર્લ્ડ એ પ્રથમ એવું એમ્યુઝમેન્ટ પાર્ક છે જેની ટીકીટ માત્ર ‚પિયા ૯ થી ૧ર છે. જેમાં એક રાઇડ ફી આપવામાં આવે છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં ટિકીટની કિંમત ઘણી વધારે હોય છે. જેના કારણે લોકો આવા એમ્યુઝમેન્ટ પાર્કમાં જઇ શકતા નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.