ચાલુ વર્ષે પ્રતિષ્ઠિત એવોર્ડ દિવંગત કવિ ત્રાપજકરને અપાશે

પ્રતિવર્ષ કાગબાપુની પાવન કર્મભૂમિ કાગધામ મજાદર ખાતે કાગ નિર્વાણ તિથિ ફાગણ સુદ ચતુથી ના દિવસે પૂજય મોરારીબાપુની નિશ્રામાં ત્રિવિધ કાર્યક્રમો યોજાય છે. એક કાગના ફળીએ કાગ નીવાતું બીજું કાગ એવોડ અર્પણ વિધી અને ત્રિજું કચ્છ કાઠીયાવાડ ગુજરાતના નામી અનામી લોકકલાકારોનો રાત ભર ચાલતો ડાયરો ગત વર્ષે કાગોત્સવ સમારોહમાં પુજય બાપુએ પોતાના મનની એક વાત રજુ કરતાં કહેલું કે, કાગધામમાં રામજીમંદીર નવનિર્મિત થાય અને એ એક વર્ષના સમયગાળામાં જ શકય હોય તો વધુ સારું.

પુજયબાપુની આ વાતની સાર્થકતા રુપે આજે એ મંદીર નવનિર્માણ પામ્યું છે. અને એનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. એ નિમિતે શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વસંતદાસબાપુ દ્વારા તા.ર માર્ચ થી રામકથાનું ગાન થઇ રહ્યું છે. જેની પુર્ણાહુતિ ૧૦ માર્ચે થશે. આ દિવસે સવારે મંદીરની પ્રાણપ્રતિષ્ઠા થશે. બપોરે પ્રસાદ ગ્રહણ કરીને સહુ મહેમાનો અને શ્રોતાઓ કાગના ફળીએ ભેળા મળશે લોકસાહિત્યના મર્મી અને માણતલ એવા શ્રી બળવંત જાનીના સંચાલન અને સંકલન અંગર્તત સતીષ વ્યાસ અને કલાધર આર્ય કાગના ફળીએ વાતું માંડશે.

કાગબાપુની આ ૪રમી પુણ્યતિથિ છે. ૨૦૦૨ થી શરુ થયેલ એવો આ ૧૮મો કાગ એવોર્ડ અર્પણ સમારોહ છે. ૨૦૦૬ થી આરંભ પામેલ કાગના ફળીએ નો આ બારમો મણકો છે. અને નવનિર્મિત રામજીમંદીરનો આ પ્રથમ પાટોત્સવ છે.

આ વર્ષે મોરારીબાપુ પ્રેરિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ દિવંતર કવિશ્રી ત્રાપજકર ને અપાશે. ઉપરાંત વિદ્યમાન લોકસાહિત્યના મર્મી વસંતભાઇ ગઢવી, લોકગાયક કિર્તિદાન ગઢવી, રાજસ્થાનના રઘુરાજસિંહ હાડા તેમજ આકાશવાણી રાજકોટ કેન્દ્રને આ એવોર્ડ અર્પણ કરી તેમની ભાવવંદના પુજયબાપુના પાવન હસ્તે થશે. કાગ પરિવારે આ પ્રસંગે સહુ ભાવકોને પધારવા નિમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.