Abtak Media Google News

કચ્છી માઠુંઓનું નવું વર્ષ: શુભ કાર્યો માટેનો શ્રેષ્ઠ દિવસ: અમદાવાદ, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિતના શહેરોમાં નીકળશે ભવ્ય રથયાત્રા

હિન્દુ પંચાગમાં એક વર્ષમાંં પાંચ વણ જોયા મુહુર્ત આવે છે જેમાં ધનતેરસ, લાભ પાંચમ, અખાત્રીજ દશેરા અને અષાઢી બીજનો સમાવેશ જાય છે. આ દિવસે મુહુર્ત જોયા વિના કોઇપણ પ્રકારના શુભ કાર્યો કરી શકાય છે. જેના સર્વશ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થાય છે. આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવશે. કચ્છી માઠુઓના નવા વર્ષની શરુઆત થશે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ સહિતના શહેરોમાં ભગવાન જગન્નાથજી ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગર ચર્યાએ નીકળશે. રાજયભરમાં અષાઢી બીજની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.

પૌરાણીક કથા અનુસાર કંશના આદેશથી અક્રુરજી બાળ કનૈયાને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. એટલે આ દિવસે રથયાત્રાનું ખુબ જ મહત્વ રહેલું છે. અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની 146થી રથયાત્રા નીકળશે. આ ઉપરાંત રાજકોટ, ભાવનગર અને જુનાગઢમાં પણ ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે. અષાઢી બીજના શુભ દિને કચ્છી માઠુઓ નુતન વર્ષની ઉજવણી કરે છે. કાલે તમામ શુભ કાર્યો માટેનો શ્રેષ્ઠ દિવસ છે.

કાલે અષાઢી બીજના દિવસે રાત્રિના 10.38 સુધી શુભ રવિયોગ છે જે શુભ ગણાવવા માં આવે છે . આ દિવસે ભગવાન નગર દર્શન આપવા નીકળશે અષાઢી બીજનો દિવસ અને રાત્રી ઉત્તમ અને શુભ ગણાય છે. વર્ષના શુભ અને ઉત્તમ દિવસો માં અષાઢી બીજ એક ઉત્તમ દિવસ ગણવામાં આવે છે . આખો દિવસ બધા જ શુભ કાર્યો માટે શુભ દિવસ  છે  .

અષાઢી બીજના દિવસે નવી દુકાનનું ઉદ્ઘાટન, ખાતમુર્હુત, વાસ્તુપૂજન, ચંડીપાઠ, ગ્રહશાંતિ હવન, શ્રીયંત્ર પૂજા સ્થાપના, સોના ચાંદીની ખરીદી કરવી, નવા વસ્ત્રોની ખરીદી કરવી, ઘર સામગ્રીની ખરીદી કરવી, જમીન મકાનનો સોદો કરવો, સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી, કથા કરવી ઉત્તમ ફળદાયક છે . અષાઢી બીજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ એક બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખાની ઢગલી કરવી તેના ઉપર શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી બાજુમાં ચોખા ઘી નો દીવો કરી- વિધીવત ભગવાન ને ચાંદલો ચોખા કરી અને પોતે પણ ચાંદલો ચોખા કરવા ત્યાર બાદ ભગવાન ને અબીલ, ગુલાલ, કંકુ, ચંદન, ચોખા, ફુલ ચડાવી નૈવેદ્ય માં મીઠાઈ ધરવી, સાથે મગ કાકડી કેરી જાંબુ નો પ્રસાદ પણ ધરી શકાય છે આરતી કરી અને  ભગવાન પાસે પ્રાર્થના  કરવી, આમ પૂજન પ્રાથના કરવા થી  જીવન મા શાંતિ પ્રાપ્તિ થાઈ છે. આખા વર્ષ માં અષાઢી બીજ જ એક એવો દિવસ છે કે જૈ દિવસે  ભગવાનશ્રી કૃષ્ણ પોતે પ્રજાજનો ને દર્શન આપવા નગરયાત્રા કરવા નીકળે છે .

કહેવાય છે કે, અષાઢી બીજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત પૃથ્વી ઉપર દર્શન આપવા માટે આવે છે. આથી જ આ દિવસને ઉત્તમ ગણવામાં આવે છે .  અષાઢી બીજ ના દિવસે કચ્છી લોકો ના નવા વર્ષનો પ્રારંભ થશે . આ દિવસે કચ્છી લોકો એકબીજાના ઘરે જઈને નૂતન વર્ષાભિનંદન કરશે. આ દિવસે અમદાવાદ, રાજકોટ જેવા બધા જ નાના – મોટા શહેરો માં ભગવાન શ્રીકૃષ્ણ તથા બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવ સાથે રથયાત્રા માં નીકળે છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું.

અષાઢી બીજના શુભ ચોઘડિયા

ચલ 9.27 થી 11.07

લાભ 11.07 થી 12.48

અમૃત 12.48 થી 2.29

શુભ 4.10 થી 5.51

રાત્રિના શુભ ચોઘડિયા

લાભ 8.51 થી 10.10

બપોરે અભિજીત મુહુર્ત 12.21 થી 1.15

સંધ્યા કાળે પ્રદોષકાળ નો શુભ સમય રાત્રે 7.32 થી 9.38

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.