Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે અમદાવાદમાં કાંકરીયા એમ્યુઝમેન્ટ પાર્કમાં થયેલી રાઇડ દુર્ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહિ તેની સતર્કતા રાખવાની સૂચનાઓ પણ આપી છે તેની વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતમાં અનેક સ્થાનોએ એમ્યુઝમેન્ટ-એન્ટરટેઇનમેન્ટ પાર્કસમાં આવી રાઇડસ ચાલતી હોય છે. એટલું જ નહિ, આવનારા દિવસોમાં જન્માષ્ટમીના લોક મેળાઓ પણ યોજાશે ત્યાં પણ આવી નાની-મોટી રાઇડસ આવતી હોય છે.

વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે આવી રાઇડસના પરિણામે કોઇની જિંદગી જોખમાય નહિ તેમજ દુર્ઘટનાઓ થાય નહિં તે માટે પૂરતી ચકાસણી સાથે મંજૂરી આપવામાં આવે તેમજ વખતોવખત ઇન્સ્પેકશન થાય એવી ઝીણવટભરી તકેદારી ધ્યાનમાં લઇ પગલાં ભરવામાં આવશે.

મુખ્યમંત્રીએ અમદાવાદની રાઇડ દુર્ઘટના સંદર્ભમાં સંચાલકો સામે પૂરતાં પગલાં રાજ્ય સરકારે લીધા છે તેની પણ જાણકારી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.