Abtak Media Google News

હું લોકો સાથે જોડાયેલો હોવાના કારણે કોંગ્રેસનો ઉમેદવાર નહિ પરંતુ જનતાનો પ્રતિનિધિ છું: મનસુખભાઇ કાલરિયાએ લીધી ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત

69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક વર્ષોથી ભાજપનો અડીખમ ગઢ ગણાય રહ્યો છે. આ વખતે હું ભાજપના આ ગઢમાં ગાબડું પાડીશ તેવો વિજય વિશ્ર્વાસ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન આ બેઠકના કોંગી ઉમેદવાર મનસુખભાઇ કાલરિયાએ કર્યો હતો.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ બેઠક હાઇ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે અને ભાજપનો ગઢ ગણાય રહી છે. પરંતુ જે રીતે લોક સંપર્કમાં મને લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે તેના પરથી એક વાત નિશ્ર્ચિત છે કે આ વખતે હું ભાજપના ગઢ ગાબડાં પાડવામાં ચોક્કસ સફળ રહીશ. નગર સેવક તરીકે હું સતત પ્રજાની વચ્ચે રહ્યો હતો. આજે મારી પાસે એકપણ હોદ્ો નથી છતાં હું સતત લોકોના કામ કરવા માટે સંતર્ક રહું છું. વાસ્તવમાં હું વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર નહી પરંતુ જનતાનો પ્રતિનિધિ બનીને મેદાનમાં ઉતર્યો છું.

ભાજપના ભ્રષ્ટાચાર, મોંઘવારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સતત ફૂટતા પેપરો, સામાજીક કામોમાં સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ, શહેરી વિસ્તારોમાં સતત વધતું દારૂનું દૂષણ, શાળા-કોલેજો પાસે ડ્રગ્સની હેરાફેરી, વિકાસના નામે થતા તાયફાઓ, ટેન્ડરમાં જબ્બરી ઓન ચૂકવી સરકારી તિજોરી પર ચલાવાતી લૂંટના કારણે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે અને પરિવર્તન ઇચ્છી રહ્યા છે. વાતાવરણ જે રીતનું જોવા મળી રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે પશ્ર્ચિમ બેઠક પર આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે. ‘અબતક’ની મૂલાકાત દરમિયાન મનસુખભાઇ કાલરિયાની સાથે પૂર્વ વિપક્ષી નેતા અતુલભાઇ રાજાણી, કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.