Abtak Media Google News

પાસપોર્ટ મેળવવા કાશ્મીર યુવકે ટવીટર પર વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી: સુષ્મા સ્વરાજે કહ્યું પહેલા પ્રોફાઈલ ઠીક કરો.

દરિયાદિલી માટે સતત ચર્ચામાં રહેતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વધુ એક વખત ટવીટર પર પ્રશંસાને પાત્ર બન્યા છે. દરઅસલ બુધવારે ટવીટર પર શેખ અનીક નામના એક વિદ્યાર્થીએ ટવીટર પર સુષ્મા સ્વરાજને ટવીટ કરી તેમની પાસે મદદ માંગી હતી.

શેખ અતીકે ટવીટમાં કહ્યું કે, હું જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છું અને હાલ ફિલીપાઈન્સમાં અભ્યાસ કરું છું. મારે મેડિકલ ચેકઅપને લઈ પોતાના વતન ભારત આવવું છે પણ મારો પાસપોર્ટ ખરાબ થઈ ગયો છે.

નવા પાસપોર્ટ માટે મેં એક માસ પહેલા અરજી કરી હતી. હજુ સુધી મળ્યો નથી વિનંતી કરતા શેખ અતિકે લખ્યું હતું કે, મારી મદદ કરો. હું મારા ઘરે જમ્મુ-કાશ્મીર જવા ઈચ્છું છું.

ટવીટર પર સક્રિય રહેતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગુરુવારે શેષ અતીકને મદદ કરવાનો જવાબ આપ્યો પણ આ સાથે તેણીએ શેખ અતિકને ભૌગોલિક જ્ઞાન આપી ઠપકો પણ આપ્યો.

કારણકે શેખ અતિકના ટવીટર એકાઉન્ટમાં તેની પ્રોફાઈલમાં લખ્યું હતું કે, ‘ઈન્ડિયન ઓકયુપાઈડ કાશ્મીર’ એટલે કે ‘ભારતના તાબા હેઠળનું કાશ્મીર’. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શેખ અતિકને જવાબ આપતા કહ્યું કે, જો તે જમ્મુ-કાશ્મીરમાંથી છે.

તો તેણી તેની ચોકકસ મદદ કરશે પણ જો તે ‘ભારતના તાબા હેઠળના કાશ્મીર’માંથી છે તો તેણી તેની મદદ નહીં કરી શકે. કારણકે ‘ભારતના તાબા હેઠળનું કાશ્મીર’ એવું કોઈ સ્થળ જ નથી.

સુષ્મા સ્વરાજના ટવીટ બાદ શેખ અતિકે તુરંત જ સ્થળનું નામ બદલી જમ્મુ-કાશ્મીર કરી નાખ્યું અને તેનું એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું. સ્વરાજે ફરી ટવીટ કરી કહ્યું કે, હું ખુશ છું કે અનીકે તેની પ્રોફાઈલમાંથી લોકેશન બદલાવ્યું.

જોકે, અતીકની આ પ્રોફાઈલની ઘણા ભારતીયોએ ટીકા પણ કરી છે. ઘણાએ ટવીટ કરીને કહ્યું કે, શેખ અતીકની મદદ ન કરવી જોઈએ. કારણકે જો તે તેની પ્રોફાઈલમાં ભારતના તાળાનું કાશ્મીર લખે છે તો તે ચોકકસ ભારતને દુશ્મન ગણાવે છે અને કાશ્મીરમાં જે કાંઈ થઈ રહ્યું છે.

તેનો દોષ ભારતને આપે છે પરંતુ અતિકે તેની પ્રોફાઈલમાં સુધારો કરતા સુષ્મા સ્વરાજે તેની મદદ કરવાની વાત કહી છે અને ફિલીપાઈન્સમાં ભારતીય હતાવાસને પણ આદેશ આપ્યા છે કે તે ભારતીય વિદ્યાર્થી છે અને નવા પાસપોર્ટમાં તેની મદદ કરવામાં આવે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.