Abtak Media Google News
  • અબતકની શુભેચ્છા મુલાકાતે શ્રીફાઉન્ડેશનના સભ્યોએ શોભાયાત્રાની આપી વિગત

રાજકોટ ન્યૂઝ :  ભારતીય શાસ્ત્રો અનુસાર અષ્ટ ચિરંજીવી વિભૂતિઓ પૈકીના એક એવા શ્રી હનુમાનજી મહારાજનો જન્મદિવસ એટલે કે હનુમાન જયંતિ ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવશે. તારીખ 23 એપ્રિલ અને મંગળવારના રોજ હનુમાન જયંતિના શુભ દિવસે શ્રી ફાઉન્ડેશન તથા શેર વિથ સ્માઈલ એન.જી.ઓ.દ્વારા કષ્ટભંજનદેવ શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.
અબતકની શુભેચ્છા આવેલા અનિરૂધ્ધથ સિંહવાળા જણાવ્યું હતુ કેશોભાયાત્રાનું પ્રસ્થાન સ્થળ ચૌધરી હાઈસ્કુલ (રાજકોટ) રહેશે કે જ્યાંથી 1008 કાર તદુપરાંત બાઈક્સ સાથે આ યાત્રાની શરૂઆત થશે. ત્યાંથી શરૂ કરીને આ શોભાયાત્રા સ્પીડવેલ ચોક પર પૂર્ણાહુતિ પામશે. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ સુવર્ણભૂમી ચોકમાં ધર્મસભાનું પણ આયોજન કરેલું છે. આ ધર્મસભામાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના ક્ધવીનીયર – સેક્રેટરી પરમાત્માનંદ સ્વામીજી તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે સ્થાન હાજરી આપશે તથા રાજકોટ શહેરના ખ્યાતનામ વિભૂતિઓની પણ હાજરી રહેશે. આ ધર્મસભામાં 3000થી વધુ લોકો હનુમાનજીની આરતી કરશે તથા હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિના પાયા સમાન એકતા અને સમાનતાના સનાતન વિચારને વધુ સુદઢ બનાવવાનો રહેશે. આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા માટે સુરજભાઈ ડેર, બ્રીજેશભાઈ પટેલ, કપિલભાઈ પંડ્યા, કેયુરભાઈ રૂપારેલ, સર્વેશ્વરભાઈ ચૌહાણ, અભિષેકભાઈ તાળા, વિજયભાઈ મકવાણા, જયભાઈ ખારા, હિરેનભાઈ ખીમાણીયા તથા નીખીલભાઈ પોપટએ જહેમત ઉઠાવી છે. અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા બ્રિજેશભાઈ પડીઆ, અનિરૂધ્ધસિંહ વાળા અને મયુરભાઈ નથવાણી, ચિરાગભાઈ પોપટ, અભિરાજસિંહ તલાટીયા ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.