Abtak Media Google News

કોર્પોરેટરની લેપ્સ જતી ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી સુચવેલા કામોમાં અડચણ, વિવિધ પ્રોજેકટોમાં પારાવાર ઢીલાશ, મંજૂરી વિના ભરાતી રવિવારી બજાર સહિતના મામલે અધિકારીઓને ઘઘલાવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં પૂર્વ ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કશ્યપભાઈ શુકલએ કોર્પોરેટરોની લેપ્સ જતી ગ્રાન્ટ સહિતના મુદ્દે ભારે ધડબડાટી બોલાવી હતી. અને અધિકારીઓ તા કર્મચારીઓને આડેહો લીધા હતા.

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે બપોરે કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં કમિટિ સભ્ય કશ્યપભાઈ શુકલએ વિવિધ પ્રશ્ર્નોને લઈ અધિકારીઓ પર ધડબડાટી બોલાવી હતી. તેઓએ અધિકારીઓને જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ની ગ્રાન્ટમાંી પોતાના વોર્ડમાં વિકાસ કામો કરવા માટે નગરસેવકોએ ડિસેમ્બર કે જાન્યુઆરી માસમાં કામો સુચવી દીધા હતા. છતાં અધિકારીઓ કામ સમયમર્યાદામાં નહીં ાય તેવું જણાવી કોર્પોરેટરની ગ્રાન્ટમાંી જે તે કામ કરતા ની, જેના કારણે નગરસેવકોની ગ્રાન્ટ લેબ્સ જાય છે. તેઓએ એવી પણ માંગણી કરી હતી કે, કોર્પોરેટરને મળતી વાર્ષિક ગ્રાન્ટનો ઉપયોગ તે જ વર્ષમાં કરવો તેના બદલે પાંચ વર્ષમાં ગમે ત્યારે ગ્રાન્ટ વાપરી શકે તેવો સુધારો કરવો જોઈએ.

ધારાસભ્યની ગ્રાન્ટમાંી શહેરના રામનાપરા મંદિર વાળા રોડ પર સીમેન્ટ રોડ બનાવવાનું કામ આયોજન મંડળ દ્વારા સુચવવામાં આવ્યું છે. જેમાં સીટી ઈજનેર ચિરાગ પંડયાએ એવો અભિપ્રાય આપ્યો છે કે અહીં સીમેન્ટ રોડ નહીં પરંતુ ડામર રોડ કરવો જોઈએ. ધારાસભ્યની ગ્રાન્ટમાંી શું શું કામ કરવા તેનો હકક માત્ર ધારાસભ્યનો છે. સિટી ઈજનેરને આમાં કોઈપણ પ્રકારની દખલગીરી કરવાની આવશ્યકતા ની. આયોજન મંડળે માત્ર કામ સુચવ્યું હતું, ત્યારે કોર્પોરેશને પોતાનો અભિપ્રાય આપ્યો છે. કોર્પોરેટર કશ્યપ શુકલની આ વાત બાદ સિટી ઈજનેર ચિરાગ પંડયાએ પોતાની ભુલ સ્વીકારી હતી.

કશ્યમભાઈ આ ઉપરાંત જૈન ચાલનો પ્રશ્ર્ન પણ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે જૈન ચાલવાળો રસ્તો એટલો ખરાબ હતો કે ખુદ સીએમની ગાડી બહાર રાખવાની ફરજ પડી હતી. પેવીંગ બ્લોકનું કામ પણ ધગધંડા વિનાનું હોય લોકો પડી જાય તેવી સ્િિત છે. દર વર્ષે મેસનરી કામમાં કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જેમાં ૫૦ લાખ ‚પિયા બચાવવામાં આવ્યો તેવો દાવો તંત્ર દ્વારા કરાય છે જેનો હિસાબ કશ્યપભાઈ શુકલએ માંગ્યો હતો. ઝોનલ દીઠ પેવર કામ માટે માત્ર એક જ કોન્ટ્રાકટર રાખવામાં આવે છે. જયારે મેશનરી માટે ત્રણ વોર્ડ દીઠ એક કોન્ટ્રાકટ રાખવામાં આવે છે. વર્ષો બાદ જયારે ૩૦ બુનો વોર્ડ હતો ત્યારે આ સીસ્ટમ બરોબર હતી પરંતુ હવે ૮૦ બુનો વોર્ડ ઈ ગયો છે જેના પ્રમાણમાં કોન્ટ્રાકટરની સંખ્યા પણ વધારવી જોઈએ.

ભુગર્ભ ગટરને લગતી ફરિયાદોના નિકાલ માટે પણ બે કોન્ટ્રાકટર રાખવામાં આવે છે. જે વ્યાજબી ની. તંત્ર એવો દાવો કરે છે કે પેવર કામ માટે હવે ઝોન વાઈઝ બે કોન્ટ્રાકટ નિમણૂંક કરવામાં આવ્યા છે પરંતુ વાસ્તવમાં એક જ વ્યક્તિ બે અલગ અલગ નામે કોન્ટ્રાકટર હાસલ કરી લે છે. હજુ વોર્ડમાં માંડ ૩૦ ટકા કામ પત્યુ ની ત્યાં અધિકારીઓ અને કર્મચારીઓ ચોમાસુ આવી ગયું તેવા બહાના આગળ ધરી કામો અટકાવી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયી યાજ્ઞીક રોડ પર હોમીદસ્તુર માર્ગ અને સર્વેશ્ર્વર ચોકમાં રવિવારી બજાર ભરાય છે જેના માટે કોને મંજૂરી આપી તેવો સવાલ જયારે કરાયો ત્યારે મોટાભાગના અધિકારીઓએ જવાબદારીની ફેંકાફેંકી કરી અને આગામી રવિવારી અહીં રવિવારી બજાર નહીં ભરવા દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

કશ્યપ શુકલ આટલેી જ અટકયા નહોતા તેઓએ અધિકારીઓ પર વધુ તડાપીટ બોલાવતા રામનાપરા બ્રિજનો પ્રશ્ર્ન પણ ઉઠાવ્યો હતો. જેઓએ જણાવ્યું હતું કે, બ્રિજ મોટો કરવાનું કામ શ‚ કરાયાના ઘણો સમય વિતી ગયો છતાં હજુ કોઈ કામ યું ની. એજન્સીને ૧૨ વખત નોટિસ આપવામાં આવી છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ અવા ટર્નીનેટ કરવાની માંગણી ઉઠાવી હતી. સ્ટે.કમીટીમાં આજે કશ્યપભાઈએ સતત ૪૫ મીનીટ સુધીભારે ધડબડાટી બોલાવી હતી અને અધિકારી તા કર્મચારીઓને આડેહા લીધા હતા.

કોર્પોરેટરો પાંચ વર્ષમાં ગમે ત્યારે ગ્રાન્ટ વાપરી શકશે: સુધારો કરાશે

હાલ મહાપાલિકાના નગરસેવકોને મળતી વાર્ષિક ગ્રાન્ટનો ઉપયોગ તેઓએ જે તે વર્ષમાં કરવાનો રહે છે. જો ગ્રાન્ટનો ઉપયોગ ન ાય તો તે લેબ્સ ઈ જાય છે. આજે નગરસેવકોની ગ્રાન્ટ મુદ્દે કશ્યપ શુકલએ સ્ટે.કમીટીમાં ભારે ધડબડાટી બોલાવી હતી. તેઓએ એવું કહ્યું હતું કે, જે કામો ડિસેમ્બરી જાન્યુઆરી માસ દરમિયાન સુચવવામાં આવ્યા હતા તેનો સમાવેશ અધિકારીઓએ વર્ષ ૨૦૧૬-૧૭માં ન કરતા તે વર્ષની ગ્રાન્ટ લેબ્સ ગઈ છે ત્યારે ધારાસભ્યોની માફક નગરસેવકોને પણ એવી છુટ આપવી જોઈએ કે જેઓ પોતાની ગ્રાન્ટનો ઉપયોગ પાંચ વર્ષમાં ગમે ત્યારે કરી શકે અને આ માટે ઠરાવમાં સુધારો કરવો જોઈએ. કશ્યપભાઈ શુકલની વાતનો સ્ટેન્ડિંગ કમીટીના તમામ સભ્યોએ સ્વીકાર કર્યો હતો અને આગામી દિવસોમાં આવો સુધારો કરવાની પણ ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.