Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023 -2024 નું રૂ. 2586.82 કરોડનું બજેટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ગત 31મી જાન્યુઆરીના રોજ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું  હતું. જેમાં રાજકોટવાસીઓ પર રૂ. 101 કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે.સતત છ દિવસ સુધી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.ગઈકાલે બજેટનો અભ્યાસ પૂર્ણ થયા બાદ આજે અંદાજપત્રને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આગમી ગુરુવારે ખડી સમિતિ દ્વારા બજેટને બહાલી આપી દેવામાં આવશે.મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા 101 કરોડના કરબોજ પેકે 50% થી વધુ કરબોજ ભાજપના શાસકો દ્વારા મંજૂર કરવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાઈ રહી છે.બજેટમાં કેટલીક નવી યોજનાઓનો પણ ઉમેરો કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં પાણી વેરાના હયાત દરમાં ત્રણ ગણો વધારો કરવાનું સૂચન કર્યું છે.જેમાં રહેણાંક મિલકતો માટે હાલ વસુલાતો પાણી વેરો રૂપિયા 840 થી વધારી 2400 રૂપિયા કરવા જ્યારે બિન રહેણાંક મિલકતો પાસેથી હાલ વસુલાતો પાણી વેરો રૂપિયા 1680 થી વધારી 4800 કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. આ રીતે મિલકત વેરામાં પણ વધારાની દરખાસ્ત કરાય છે. રહેણાંક મિલકતો માટે કારપેટ એરીયા મુજબ પ્રતિ ચોરસ મીટર જે 11 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે તે વધારી રૂપિયા 13 કરવા અને બિન રહેણાંક મિલકત માટેનો વેરો પ્રતિ ચોરસ મીટર 22 થી 25 રૂપિયા કરવાનું સૂચન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ડોર ટુ  ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ પણ બમણો કરવાની દરખાસ્ત કરાય છે.કોમર્શિયલ મિલકતો પર  પર્યાવરણ વેરો પણ લાદવામાં આવ્યો છે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનો પર કુલ રૂપિયા 101 કરોડનો બોજ લાદવામાં આવ્યો છે.

શાસકો પણ 50% કરબોજ સ્વીકારવાનું નક્કી કરી ચૂક્યા હોવાનું જાણવા મળી રહ્યો છે પાણી વેરાના હાલ જે ચાર્જ છે તેમાં સામાન્ય વધારો કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.રહેણાંક મિલકતો માટે પાણીવેતમરનોનો દર 840 થી વધારે રૂપિયા 1200 કરવામાં આવે અને બિન રહેણાંક મિલકતો માટે પાણી વેરાનો દર 1680 થી વધારી 2400 કરવામાં આવે તેવી શક્યતા હાલ જણાય રહી છે. મિલકત વેરામાં જે રૂપિયા બે અને ત્રણનો વધારો સૂચવવામાં આવ્યો છે તે પૂરેપૂરો માન્ય રાખવામાં આવે તેવું હાલ લાગી રહ્યું છે.જ્યારે ડોર ટુ ડોર ગરબેજ કલેક્શન ચાર્જમાં પણ વધારો થાય તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.પર્યાવરણ વેરો માત્ર કોમર્શિયલ મિલકતોને લાગુ પડે છે આવામાં જે નવો વેરો લાદવામાં આવ્યો છે તેનો પૂરેપૂરો સ્વીકાર કરી લેવામાં આવશે.

જકાત નાબુદીન બાદ કોર્પોરેશનની પોતીકી કહી શકાય તેવી આવક માત્ર મિલકત વેરાની રહી છે. પ્રોપર્ટી ટેક્સમાંથી હાલ પગાર ખર્ચ પણ નીકળતો નથી. શહેરનો વિકાસ સતત વધી રહ્યો છે સાથોસાથ વિસ્તાર પણ વધી રહ્યો હોય આવવામાં વેરો વધારવા સિવાય ભાજપના શાસકો પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. પાણી વેરામાં છેલ્લે વર્ષ 2008માં વધારો કરવામાં આવ્યો હતો છેલ્લા 15 વર્ષથી પાણી યથાવત હોય બીજી તરફ પાણીનો ખર્ચ દોઢ દાયકામાં ચાર ગણો થઈ ગયો છે. આવવામાં પાણી વેરામાં સામાન્ય વધારો ફાઈનલ માનવામાં આવી રહ્યો છે. આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે પણ બજેટના અભ્યાસ દરમિયાન ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ  ચેરમેન સહિત ભાજપના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો વચ્ચે વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં બજેટ ને આખરી રૂપ આપવામાં આવી રહ્યો છે માત્ર આંકડાઓ મૂકવાના બાકી છે પ્રજાના નજરમાં વસી જવા માટે બજેટમાં કેટલીક યોજનાઓ મૂકવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી આગામી ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવા રંગરૂપ સાથે બજેટને બહાલી આપવામાં આવશે.

ત્યારબાદ જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં બજેટને આખરી મંજૂરી અપાશે નિયમ મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલી દેવાનું રહે છે.કેટલીક આકર્ષક યોજનાની પણ જાહેરાત થાય તેવું હાલ વર્તાઈ રહ્યો છે.કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર બજેટમાં 100 કરોડથી પણ વધુનો કરબોજ શેકવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.જોકે દર વખતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટમાં   વિવિધ પ્રકારના વેરામાં વધારા કરવા સૂચન કરવામાં આવતું હોય છે.પરંતુ શાસકો દ્વારા લોક રસનો ભોગ બનવું ન પડે તે માટે વેરામાં વધારો કરવાની હિંમત કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવાર રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજેતા બન્યા છે આવામાં જો વેરામાં તો તે વધારો ઝિંકવામાં આવે તો લોકોના મનમાં એવા સવાલો ઉભા થાય કે શું ભાજપને મત આપવાની આ કિંમત ચૂકવવી પડે ?

 

આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખી વેરા વધારવા અંગે નિર્ણય લેવામાં આવશે બીજી તરફ ચાલુ વર્ષે એક પણ ચૂંટણી યોજવાની ન હોય શાસકો વેરો વધારવા મક્કમ છે.જો કે મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલા તમામ પ્રકારના વેરામાં તો તે વધારો શેકવામાં આવશે નહીં માત્ર સામાન્ય વધારો કરવામાં કરો આવશે તમામ મહાપાલિકા દ્વારા એક જ પેટનથી પ્રેરક વધારવામાં આવ્યો હોય રાજકોટમાં પણ કોર્પોરેશનના શાસકો આજ રીતે વેરામાં વધારો કરશે તેવું મનાય રહ્યું છે આ ઉપરાંત શહેરીજનો માટે કેટલીક ફાયદાકારક યોજનાને પણ જાહેરાત કરવામાં આવે તેવું હાલ વર્તાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.