Abtak Media Google News

લીંબડી નાં ભોયકા ગામ ની સીમમાં ધોમ ધખતાં કાળાં ઉનાળે એક ખેડુત નાં ખેતરમાં ટીંટોડી એ એક સાથે ચાર ઈંડા મુકતાં   આગામી ચોમાસું કેવું રહેશે.તેની ઉપર ખેડૂતો મનોમંથન કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ભોયકા ગામ ની સીમમાં ટીટોડી એ માત્ર બે જ ઈંડા મુક્યાં હતાં જેની શાહી હજું સુકાઈ નથી ત્યાં ભોયકા ગામ ની આથમણા સીમ વિસ્તારમાં આવેલ મેહુલભાઈ ગભુભાઈ જોગરાણા નાં ખેતરમાં ટીંટોડી એ એક સાથે ચાર ઈંડા મુકતાં આગામી ચોમાસાં નાં ચાર મહીનાં માં ક્યાં મહીનાં માં કેટલો વરસાદ પડશે તે અંગે વિચારતાં કરી દીધાં છે. અગાઉ પણ આજ સીમ વિસ્તારમાં ટીંટોડી એ બે જ ઈંડા મુક્યા હતા..ત્યારે એક બાજું ધોમ ધખતાં કાળાં ઉનાળે માવઠાં રૂપી વરસાદ વરસી રહ્યો છે. અને આ લખાય છે ત્યારે પણ મેઘાડંબર રૂપી મેઘસવારી માથે ઝળુંબી રહી છે અને હજું તો ચોમાસાં ની ઋતુ ને ભવ ની વાર છે ત્યારે એક બાજું કાળો ઉનાળો. એમાંય માવઠાં રૂપી મુશીબત અને કુદરતી આ ટીટોડી નાં ઈંડા આ બધું તેનાં સમય કરતાં વહેલું થતાં ખેડૂતો ને કુદરતે વિચારતાં કરી દીધાં છે…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.