Abtak Media Google News

ગ્રાહકોને મળશે ડાયમંડ જવેલરી પર 25 ટકા સુધીની છૂટ : સોનાના દાગીના પર પ્રતિ ગ્રામ ફ્લેટ 299 રૂપિયા મેકિંગ ચાર્જિસ

નામાંકિત જવેલરી બ્રાન્ડ ઓરા દ્વારા ભવ્ય એક્ઝીબિશન અને સેલનું આયોજન ઇમપિરિયલ હોટલ ખાતે કરવામાં આવ્યું છે.30 જુલાઈ સુધી આ એક્ઝીબિશન અને સેલમાં ગ્રાહકોને 25 ટકા સુધીની ડાયમંડ જવેલરી પર છૂટ તથા સોનાના દાગીના પર પ્રતિ ગ્રામ ફ્લેટ 299 રૂપિયા મેકિંગ ચાર્જિસ જેવી આકર્ષક ઓફર્સ મળશે.

જ્વેલરી માર્કેટમાં આગવું સ્થાન ધરાવતી ઓરા ફાઇન જ્વેલરી દ્વારા તા. 28થી 30 જુલાઈના દરમ્યાન સવારે 10થી રાત્રીના 8 વાગ્યા સુધી ઇમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તેનું દીપ પ્રાગટ્ય કરી ગાર્ડન કરવામાં આવ્યું હતું. સવારથી જ ગ્રાહકોની મોટી સંખ્યા સેલ ખાતે જોવા મળી હતી.

આ વખતે ઓના દ્વારા અવનવી ઓફર્સ નો લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે.ગ્રાહકોને 25 ટકા સુધીની ડાયમંડ જવેલરી પર છૂટ તથા સોનાના દાગીના પર પ્રતિ ગ્રામ ફ્લેટ 299 રૂપિયા મેકિંગ ચાર્જિસ જેવી આકર્ષક ઓફર્સ મળશે તથા ઓરા કંપનીની પેટન્ટ પ્રોડક્ટ ઓરા ક્રાઉન સ્ટાર પણ ત્યાં જોવા મળશે.

એક્ઝિબિશનમાં સૌથી યુનિક પ્રોડક્ટ ઓરા ક્રાઉન સ્ટાર: મિહિરભાઈ પાંધી

અબતક સાથેની વાતચીતમાં ઓરા જ્વેલરીના મિહિરભાઈ પાંધી જણાવે છે કે,ઓરા દ્વારા અદ્યતન દાગીનાઓનું એક્ઝિબિશન કમ સેલ રાખવામાં આવ્યું છે.જેમાં ખાસ ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.1888થી ઓરા ગ્રાહકોને સેવા આપી રહ્યું છે તથા હાલ સમગ્ર ભારતભરમાં 80થી વધુ શોરૂમ આવેલા છે આ એક્ઝિબિશનમાં સૌથી યુનિક પ્રોડક્ટ ઓરા ક્રાઉન સ્ટાર છે.આ ડાયમંડ 73ફેસેટના હોય છે અને 2000 ડાયમંડ માંથી ફક્ત એક જ ડાયમંડ આવો હોય છે.અન્ય આભૂષણોમાં પણ અધ્યતન ડિઝાઇન જોવા મળી રહેશે તેથી રાજકોટવાસીઓને એક વખત આ એક્ઝિબિશન કમ સેલ જોવો જોઈએ તથા તેનો લાભ લેવો જોઈએ.

ઓરા હંમેશાથી ગ્રાહકો માટે કંઈક નવું લાવતા હોય છે: દીપકભાઈ પટેલ

દીપકભાઈ પટેલ અબતકને જણાવે છે કે,ઓરા દ્વારા ખૂબ સુંદર એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું તથા મારા પત્ની આવ્યા છીએ.ઓરા હંમેશાથી ગ્રાહકો માટે કંઈક નવું લાવતા હોય છે તથા ગ્રાહકોની માંગ હંમેશા સંતોષતા હોય છે ત્યારે આ વખતે પણ અધ્યતન આભૂષણોનું પ્રદર્શન તથા સેલ ગોઠવવામાં આવ્યું છે જેમાં પ્રાઇસ તથા વિવિધ ડિઝાઇન જોઈ તરત જ ખરીદી લેવાનું મન થાય છે.ઓરા દ્વારા ખૂબ સારું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અને મારા મિત્રવર્તુળ તથા મારા સગા-વ્હાલાને જરૂરથી કહીશ જેથી તેઓ પણ આ સેલનો લાભ લે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.