Abtak Media Google News

જૂથ અથડામણમાં 1નું મોત : 2 પોલીસકર્મીઓ સહીત 8 ઈજાગ્રસ્ત

અકોલાના હરિહરપેઠ ખાતે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર સોશિયલ મીડિયા પોસ્ટ પર બે સમુદાયોએ તોફાનો કર્યા પછી શનિવારે રાત્રે એક વ્યક્તિની હત્યા અને બે પોલીસ સહિત અન્ય આઠ ઘાયલ થયા પછી મહારાષ્ટ્રે રાજ્યવ્યાપી સુરક્ષા ચેતવણી મોકલી અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યુ અને રવિવાર બપોરથી 36 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવા આદેશ આપવામાં છે.

મામલામાં વિલાસ ગાયકવાડ નામના 40 વર્ષીય ઇલેક્ટ્રિશિયનનું મૃત્યુ થયું હતું જ્યારે રામદાસપેઠ પોલીસ સ્ટેશનની બહાર ભીડ એકત્ર થયા બાદ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો અને આરોપ મૂક્યો હતો કે મૂવી સાથે જોડાયેલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નબીનું અપમાન થયું છે.

ત્યારે જ, અન્ય એક જૂથ જૂના શહેર પોલીસ સ્ટેશને દોડી ગયો હતો અને આરોપ લગાવ્યો કે પોલીસ તેમની ફરિયાદ નથી લઈ રહી. ભીડ ઝડપથી ટોળામાં ફેરવાઈ ગઈ અને નજીકના મંદિર તરફ પ્રયાણ કર્યું અને રસ્તામાં મિલકત અને વાહનોને નુકસાન પહોંચાડ્યું. આનાથી બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.

ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયે રવિવારે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યભરના એસપી અને સીપીને ઉચ્ચ ચેતવણી પર રહેવા અને નફરતના સંદેશાઓ અને સાંપ્રદાયિક ભડકોના સંકેતો પર ધ્યાન આપવા સૂચના આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.