Abtak Media Google News

સરકાર ક્લસ્ટર પ્રોજેક્ટની સાથો સાથ ટેકનિકલ અને નાણાકીય સહાય પણ આ તમામ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટને મળતા રહેશે

ભારત દેશમાં ઉદ્યોગ સાહસિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને સરકારે જે આંકડો બહાર પાડ્યો તેમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ ભારતમાં શરૂ થઈ ગયા છે. ત્યારે આ દરેક સ્ટાર્ટઅપ લાંબા સમય સુધી ચાલે અને વિકસિત થાય તે માટે સરકાર હવે માળખાગત સુવિધાઓ વિકસાવશે અને યુવા સાહસિકોને સ્ટાર્ટઅપ ક્ષેત્રે હરણફાળ ભરવા માટે પ્રોત્સાહિત પણ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ દરેક સ્ટાર્ટ અપને સરકાર ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડશે અને ક્લસ્ટર પ્રોજેક્ટ ઉભા કરશે અને આ કામગીરી આગામી સપ્તાહથી જ શરૂ કરી દેવામાં આવશે.

બીજી તરફ હાલ સ્ટાર્ટઅપ ને લઇ જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેનું નિવારણ લાવવા માટે સરકાર દ્વારા નવી તકો પણ ઉભી કરવામાં આવી રહી છે એટલું જ નહીં સરકાર હાલ એ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી રહ્યું છે ઇનોવેશનથી ભરપૂર હોય અને આવનારા દિવસોમાં પણ ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રે વધુને વધુ સ્ટાર્ટ અપ આવે તે દિશામાં કાર્ય પણ હાથ ધરવામાં આવશે.

સ્ટાર્ટઅપ શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને દિવસેને દિવસે વધુને વધુ તેમાં જોડાય છે. ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ કર્યા બાદ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ લઇ અને લોકો આવે છે પરંતુ તેમાં સરકાર દ્વારા જમીનરૂપી યોગ્ય સહાય મળે તો સ્ટાર્ટઅપના વ્યવસાયમાં ખૂબ પ્રગતિ આવી શકે. સ્ટાર્ટઅપના નોમ્સ હળવા કરવા, વન ટુ વન સપોર્ટ કરવા, સિંગલ વિન્ડો પ્રોસેસ ચાલુ કરવી અને આવા વ્યવસાયકારોને વ્યવસાયમાં પ્રગતિ અંગે વિશ્ર્વાસમાં લેવા ઉપરાંત સરકાર દ્વારા ટોકન ભાવે જમીનની ફાળવણી કરવી.વ્યવસાય માટે કલસ્ટર જરૂરી અને ફાયદાકારક છે.

પરંતુ પહેલાના સમયમાં વ્યવસાયમાં હેલ્થી કોમ્પીટીશન હતી. અત્યારે આ ક્ષેત્રમાં ચિંટિંગનું પ્રમાણ પણ વધવા પામ્યુ છે. જેથી હેલ્થી કોમ્પીટીશન ન થાય ત્યાં સુધી કલસ્ટર કોઇ કામનું નથી. સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે જમીન આપવામાં આવી નથી. સબસીડી અને લોન આપે છે. જેમાં શહેરી વિસ્તારમાં માત્ર 5 ટકા સબસીડી જ્યારે ગ્રામ્યમાં 65 ટકા સુધી સબસીડી જાહેર કરવામાં આવી છે. પરંતુ લોકો ખેતીમાં વ્યસ્થ હોય અને તેમાં પણ અવેરનેશના અભાવના કારણે સ્ટાર્ટઅપને વેગ મળતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.