કેશોદ: અગતરાય રાેડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી; ટ્રાફિકજામ થતા વાહનોની લાંબી કતારો, જુઓ વીડિયો

કેશોદ, જય વિરાણી:હાલ સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન સાથેના વરસાદને કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો, થાંભલાઓ, વીજ પોલ ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે. ત્યારે આજરોજ જુનાગઢના કેશોદમાં અગતરાય  રાેડ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

વૃક્ષ ધરાશાયી થતાભારે ટ્રાફીક જામ સર્જાયો છે. એક કલાકથી વધુ સમયથી ટ્રાફિક સર્જાતા વાહનોની અવર જવર બંધ થઈ ગઈ છે. 1 કીમી સુધી વાહનોની લાંબી લાઇન લાગી છે.

આ બનાવના કારણે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ હેઠળના હાઇવે બંધ થતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી છે. ટ્રાફીક સમસ્યા સર્જાતા પાેલીસ ઘટના સ્થળે પહોંચી છે. વૃક્ષ હટાવવા તંત્રએ કામગીરી હાથ ધરી છે. વૃક્ષ ધરાશાયી થતા રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.