Abtak Media Google News

અબતક કેશોદ -જય વિરાણી : જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે શહેર ભાજપની શક્તિ કેન્દ્ર બેઠક યોજાઇ હતી. કેશોદ શહેરના વોર્ડ નંબર 7ના ભાજપ કાર્યકરોની શક્તિ કેન્દ્ર મિટિંગ આજરોજ યોજાઇ હતી. જેમાં ભાજપના કાર્યકરો, હદેદારો સહિતની ભાજપની ટિમ ઉપસ્થિત રહી હતી. આ તકે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પ્રોત્સાહન વધારવા માટે પ્રોત્સાહિત કાર્યકરોને સંબોધીને પ્રોત્સાહિત સંબોધન કર્યું હતું.

શક્તિ કેન્દ્ર બેઠકમાં ઉપસ્થિત રહેલ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે ધોરણ 12 અને કોલેજનું શિક્ષણ હાલ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ કાબુમાં રહેશે તો શિક્ષણ કાર્યરાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. કોરોના સમયને લઇ ફી મુદે શિક્ષણ મંત્રીને પ્રશ્ન પૂછતાં જવાબ દેવાનુ ટાળ્યું હતું.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં અને ભાજપના હોદેદારો દ્વારા શહેર અને વોર્ડના અત્યંત ગરીબ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે અને તે લોકોને મદદરૂપ થાય તે માટે કાર્યકરોને સૂચનો આપવામાં આવ્યા હતા. સાથેજ ભાજપના જુદાજુદા સંગઠનો મજબૂત થાય તે માટે હોદેદારો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શક્તિ કેન્દ્ર બેઠકમાં જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે, ધારાસભ્ય દેવભાઈ માલમ,પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી પાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ વ્યાસ, કેશોદ શહેર પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા મહામંત્રી જતીનભાઈ સોઢા, પ્રફુલભાઈ પંડ્યા કેશોદ શહેર પ્રભારી ડો.રાવીનાબેન મેઘનાથી સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.