Abtak Media Google News

મારા શાસન કાળમાં કેશોદવાસીઓને યાદગાર ભેટ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે પાલિકાના નવનિયુકત પ્રમુખ લાભુબેન પીપલીયાની ‘અબતક’ સાથે ખાસ વાતચીત

કેશોદ નગર પાલિકાના પ્રમુખ લાભુબેન પીપલીયાએ કેશોદવાસ ીઓને આગામી દિવસોમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી મૂકતી આપવાના કામને પ્રથમ પ્રાથમિકતા રહેશે તેવું ‘અબતક’ સાથેની ખાસ વાતચિત દરમિયાન જણાવ્યુ હતુ. કેશોદ નગરપાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ લાભુબેન પીપલીયા સાથે  ‘અબતક’ રિપોર્ટર પ્રકાશદવે એ કરેલી ખાસ વાતચિતમાં તેઓએ જણાવ્યું હતું કે હું આ પહેલાં પણ નગરપાલિકા ના પ્રમુખ તરીકે રહી ગયેલ છું એટલે કામગીરી કેમ કરવી અને કેમ કરાવવી તે બાબત નો ખાસ અનુભવ છે  મારા પહેલાં સાશન દરમિયાન શહેર ના તમામ વિસ્તારોમાં રોડ રસ્તાઓના કામો અમોએ કયો હતા અને બધા લોકો ને સાથે રાખી શહેર નો વિકાસ કરેલ હતો અને તેના આધાર સ્વરૂપે  ફરીવાર ભાજપે  એ મારી નગરપાલિકા ના પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે ત્યારે શહેર નો સવોગી વિકાસ થાય તે માટે ના તમામ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવતાં અમારા રિપોર્ટર પ્રકાશદવે એ પુછ્યું કે સાશન ધુરા સંભાળી લીધી છે ત્યારે શહેર ના વિકાસ ના કયાં એવા કામો છે તે આપ પહેલાં કરશો ?  તેના જવાબમાં નગરપાલિકા પ્રમુખ લાભુબેને જણાવ્યું હતું કે સોથી મહત્વ નો પ્રશ્ર્ન  જાગનાથ સોસાયટી ના રોડ રસ્તા નો તેમજ ચોમાસામાં પાણી ભરાઈ જવાનો છે ત્યારે આ સમસ્યા ને  પ્રથમ પ્રાયોરિટી આપી તેની કામગીરી હાથ ધરવામાં આવશે તે ઉપરાંત શહેર મદયમાં આવેલ બગીચા નું નવિની કરણ કરાશે તે ઉપરાંત જો સરકાર ગ્રાન્ટ ફાળવે તો શહેરમાં  સારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લાવવાની પણ અમારી તમન્ના છે ત્યારે મારા આ વખત ના સાશનમાં સમગ્ર કેશોદ નો વિકાસ સારી રીતે થાય તેમજ કેશોદ માટે મારા સાશન દરમિયાન કાંઈક યાદગાર રહે તેવી પણ ભેટ આપવાની મારી તમન્ના છે ત્યારે તમામ પ્રયત્નો કરીશ તેની આપને ખાત્રી આપું છું તેમ મુલાકાત ના અંતમાં તેમણે જણાવ્યું હતું.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.