કેશોદ: તલાટી કમ મંત્રી મંડળનાં હોદેદારોની સર્વાનુમતે વરણી

જય વિરાણી, કેશોદ

કેશોદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા તલાટી મંત્રી ઓની મીટીંગ તાલુકા પંચાયત કચેરી ખાતે મળી હતી. ત્યારે તાલુકા તલાટી મંત્રી મંડળનાં હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં ચોથી વખત માજી સૈનિક મુકેશભાઈ વીરડા ની પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે માજી સૈનિક મુકુંદભાઈ પાઠકની નિમણૂક કરવામાં આવી છે.

મંત્રી તરીકે તન્નાભાઈ, ખજાનચી તરીકે કાનાભાઈ સોલંકી, સહમંત્રી તરીકે સાગરભાઈ કરંગીયા, સંગઠન મંત્રી તરીકે પીયુષ ભાઈ નંદાણીયા, કારોબારી સમિતિ નાં પ્રમુખ વ્યાસભાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

તલાટી મંત્રી મંડળનાં નવનિયુક્ત હોદેદારોને તાલુકાનાં આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં મહેસુલી વિભાગના કર્મચારીઓ ને કોઈપણ પ્રકારની સમસ્યાઓ ઉભી થાય તો હરહંમેશ પ્રમુખ મુકેશભાઈ વીરડા ખડેપગે હાજર રહેતાં હોય કર્મચારીઓમાં જબ્બર લોકચાહના ધરાવે છે. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા એ કેશોદ તાલુકા તલાટી મંત્રી મંડળ નાં નવનિયુક્ત હોદેદારો ને અભિનંદન આપ્યા હતા.