કેશોદ: રાણીંગપરા ગામે ખેતરમાં અનોખો નજારો, પાણીનો ધસમસતો ફુવારો અને મેઘધનુષ્યના જુઓ દ્રશ્યો

જય વિરાણી, કેશોદ 

અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે જે ખેડૂતો માટે મહત્વની ઋતુ કહેવાય છે. ખેતરમાં પાકને પાણી પીવડાવવા માટે વૈજ્ઞાનિકો દ્વારા અલગ-અલગ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. જેનાથી પાકને પાણી આપવામાં ખેડૂતોને સરળતા રહે. પાકને પાણી આપતા સમયે આજે કેશોદમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા. કેશોદના રાણીંગપરા ગામે ખેતરમાં પાણીના બોરમાંથી પાણીનો ધસમસતો ફુવારો છુટ્યો હતો.

આ અંદાજે ૧૫ થી ૨૦ મીનીટ સુધી બોરમાંથી પાણીનો ફુવારો છુટ્યો હતો. કરશનભાઈ ડાભી નામના ખેડૂતના ખેતરમાં આજે આ ઘટના બની હતી. પાણીનો ફુવારો છૂટતા આજુ-બાજુના વિસ્તારમાં મેઘધનુષી ઝાંય પણ જોવા મળી હતી. બોરમાં પંપનું રીપેરીંગ કામ કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ ફુવારા રૂપે નીકળ્યો