Abtak Media Google News

જય વિરાણી, કેશોદ

એક તરફ સરકાર સમગ્ર દેશનો વિકાસ કરવાની વાતો કરી રહી છે તો બીજી તરફ ભ્રષ્ટાચારનો વ્યાપ ચારેબાજુ વધતો જાય છે. સરકાર સહાય આપે છે પરંતુ વચેટિયા દ્વારા પૈસા પડાવી લેવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના કેશોદમાં બની છે. કેશોદમાં સ્થાનિકો દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત કીટ વિતરણ પૂરતો માલસામાન ન આપીને લાભાર્થીઓને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.

જ્યારે અરજદારોને કીટ વિતરણ કરવામાં આવે છે ત્યારે પૂરતો સમાન આપવામાં આવતો નથી તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કર્મચારીઓ પર લગાડવામાં આવ્યા છે. સ્થાનિકોને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ કિટનું વિતરણ કરવામાં આવે છે જે કેશોદની ખાનગી શાળામાં કરાઈ છે.
Screenshot 4 4

‘ચલણ પ્રમાણે કીટ વિતરણ થાય છે. ઉપરથી તૈયાર થઈ આવેલી કીટનું વિતરણ  કરવામાં આવે છે’ આમ તંત્ર દ્વારા કહેવામા આવ્યું છે. યોગ્ય માલસામાનની વહેંચણી ન થતાં સ્થાનિકો/અરજદારો રોષે ભરાયા છે અને તેમના દ્વારા લેખિતમાં આ કૃત્ય વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. હવે સરકાર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.