Abtak Media Google News

કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ૭૯ લોકોને ગૌચરમાં થયેલ દબાણો દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી છતાં ગૌચરમાં દબાણો દુર ન થતાં તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી પંચાયત સર્કલ ઈન્સ્પેક્ટર નાયબ મામલતદાર સહીતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગૌચરમાં થયેલાં દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

Advertisement

જેમાં સરોડથી બામણાસાના રસ્તે તથા સરોડથી પાડોદરના રસ્તે ગૌચરમાં થયેલ દબાણો દુર કરવામાં આવ્યા હતા ત્યાર બાદ સરોડ ગામ નજીક દબાણો દુર કરવામાં આવ્યા હતા . જ્યારે સરોડ ગામે અનુસુચિત જાતિના લોકોએ દબાણ હટાવવા ની કામગીરી નો વિરોધ કરતાં તંત્ર દ્વારા કાર્યવાહી પડતી મૂકી ચાલતી પકડી હતી.

જ્યારે કેશોદ વહીવટી તંત્ર ને સંપૂર્ણ માહિતી હતી કે વિવાદાસ્પદ દબાણો દૂર કરવામાં ઘર્ષણ થવાની સંભાવના છે ત્યારે પુરતો પોલીસ બંદોબસ્ત પહેલેથી શા માટે માંગવામાં આવ્યો નહોતો. કેશોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કામગીરી કરવાને બદલે મેલી મુરાદ હોય એવાં આક્ષેપો થતાં વહીવટી તંત્ર શંકાના દાયરામાં આવી ગયું છે.

સરોડ ગામની બાજુમાં અનુસુચિત જાતિના લોકો દ્વારા અનુસુચિત સમાજ અને બુદ્ધ વિહાર બનાવવા માટે ગ્રામ પંચાયતના ઠરાવથી જગ્યા ફાળવવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા બે વખત ગ્રાંટ પણ ફાળવવામાં આવી હોવાનું તેમજ હાલના સરપંચ દ્વારા ધમકી આપેલી નોટીસ આપવામાં આવેલ છે તેમજ પોલીસ રક્ષણ મેળવી પેશકદમી દુર કરાવે છે તેવા આક્ષેપ સાથે સરોડ ગ્રામ પંચાયત સદસ્ય કરમણ સોલંકીએ જણાવ્યુ હતું .

ગ્રામ પંચાયતના અગાઉના ઠરાવ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી અનુસુચિત જાતીના લોકોને જગ્યા ફાળવવામાં આવી હતી ત્યાર બાદ તે જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર મંજુર થતાં એ જગ્યાનો જુનો ઠરાવ રદ કરી પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાનો ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ હતો ત્યારે એ જગ્યાએ પેશ કદમી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં અનુસુચિ જાતીના લોકો માટે જગ્યાએ મોટી સંખ્યામાં ઉમટી પડી જેસીબી આડે ઉતરી આવ્યા હતા અને એ જગ્યામાં દબાણો દૂર કરવા રોકતા તમામ તંત્ર ત્યાંથી જતું રહ્યુ હતું

તંત્ર દ્વારા માંગવામાં આવેલ પોલીસ બંદોબસ્ત પણ પુરતો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું જેના કારણે તંત્રની ઉપસ્થિતિમાં સોશ્યલ ડીસ્ટ્નસનો પણ ભંગ થયેલ અને ટોળાં સ્વરૂપે આવેલાં લોકોથી જાહેરનામાં નો ભંગ પણ થયેલો જોવા મળ્યો હતો છતાં તંત્ર લાચાર બની સોશ્યલ ભંગ કે જાહેરનામાં ભંગ અંગેની કાર્યવાહી ન કરવા મજબુર થયુ હતું .

સરોડ ગ્રામ પંચાયત દ્વારા અંદાજે બસ્સો વિઘાથી વધુ જમીન દિવાલો મકાનો દુકાનો સહીતના દબાણો દુર કરવામાં આવનાર છે ત્યારે દબાણો દુર કરવાની શરૂઆતના દિવસે સંઘર્ષ થતાં તમામ તંત્ર જતા રહેતા દબાણો દુર કરવાની કામગીરી અટકી છે ત્યારે આગામી બે દિવસોમાં દબાણો દુર કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું
અનુસુચિત જાતીના લોકોની સમાજ અને બુદ્ધ વિહાર બનાવવાની માંગ છે તે જગ્યાએ દબાણ હટાવવામાં આવશે તો અનુસુચિત જાતિના લોકો પરિવાર સાથે રહે છે જગ્યાએ ઉમટી પડે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યાં બાદ ઉપલી કચેરીમાંથી મંજુરી માંગવામાં આવતી નથી કે સ્ટેમ્પ ડયુટી વિભાગ કે જમીન મુલ્યાંકન વિભાગ પાસે કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે કાગળ પર કાયદેસર હક્ક ન હોવાં છતાં માત્ર ઠરાવ નાં આધારે કબજો જમાવી બેઠેલા રાજકીય વગ ધરાવતા લોકો સામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આવનારાં દિવસોમાં મોટું ઘર્ષણ થવાની સંભાવના વર્તાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.