Abtak Media Google News

જાપાનીઝ ટેકનીક ‘મિયાવાકી’ની મદદથી ૬૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું: યુવા બિલ્ડર કિશનભાઈ કોટેચાએ ઉઠાવી ભારે જહેમત

Vlcsnap 2020 07 20 08H35M19S542

હાલનાં સમયમાં વૈશ્ર્વિક સ્તર પર જે રીતે પ્રદુષણ જોવા મળી રહ્યું છે તેનાથી દુર રહેવા માટે વૃક્ષોનું વાવેતર કરવું અત્યંત જરૂશ્વતરી છે. આ તકે અનેકવિધ પઘ્ધતિથી વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાતો હોય છે પરંતુ સૌરાષ્ટ્રમાં અને એમાં પણ રાજકોટમાં પ્રથમ વખત મિયાવાકી ટેકનીકનો ઉપયોગ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મિયાવાકી ટેકનિક અંગે જો માહિતી લેવામાં આવે તો આ જાપાનીઝ ટેકનિક છે જેમાં ખુબ ઓછી જગ્યામાં એક સાથે અનેકવિધ વૃક્ષોને વાવી શકાય છે. બીજી તરફ લાંબા સમય બાદ જે મિયાવાકી ટેકનીકથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોય તો તે ગાઢ જંગલ પણ બની જતું હોય છે.

Vlcsnap 2020 07 20 08H33M46S332

Vlcsnap 2020 07 20 08H33M30S514

હાલનાં પ્રદુષણનાં સમયમાં વૃક્ષારોપણનું અનેરું મહત્વ છે પરંતુ આ તકે જો યોગ્ય રીતે તેની જાળવણી કરવામાં આવે અથવા તો વૃક્ષોનું વાવેતર કરાય તો પ્રદુષણમાં અનેકગણો ઘટાડો જોવા મળશે. રાજકોટ ખાતે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં મેહુલભાઈ નથવાણી, શીતલબેન કોટેચા તથા કિશનભાઈ કોટેચાએ તનતોડ મહેનત કરી આ કાર્યને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

Vlcsnap 2020 07 20 08H33M17S399

કિશનભાઈ કોટેચાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજના સમયમાં જે વૃક્ષોનું મહત્વ જોવા મળી રહ્યું છે તેને અનુસરી લોકોએ વૃક્ષોનું જતન કરવું જોઈએ પરંતુ ભારતમાં મિયાવાકી ટેકનોલોજીનો ઉપયોગ પૂર્ણત: થતા જોવા મળે છે પરંતુ આ ક્ધસેપ્ટ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે નવો છે. નાનકડી જગ્યામાં પણ ૭ થી ૮ વૃક્ષ ૨x૨ની જગ્યામાં વાવી શકાય છે. આ મિયાવાકી ટેકનીકનો ઉપયોગ કરવાથી વૃક્ષોનું જે જતન કરવું જોઈએ તેમાં પણ કોઈ તકલીફનો સામનો થતો નથી. જયારે જમીનની ફળદ્રુપતામાં અનેકગણો વધારો થાય છે. આ તકે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયેલા શીતલબેને પણ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તેનાથી માત્ર એક વ્યકિતને નહીં પરંતુ સમગ્ર વાતાવરણને તેની હકારાત્મક અસર પહોંચશે.

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં પ્રેસીડેન્ટ મેહુલભાઈ નથવાણીએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરનાં મહતમ સભ્યોએ ભાગ લીધો હતો અને આ કાર્યમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો. બીજી તરફ મેહુલભાઈ નથવાણીએ મિયાવાકી ટેકનોલોજીને રાજકોટમાં લાવનાર કિશનભાઈ કોટેચાનો પણ આભાર વ્યકત કર્યો હતો અને જણાવયું હતું કે, તેમનું આ કાર્ય લોકોએ આવકારવું જોઈએ અને મોટા પ્રમાણમાં મિયાવાકી ટેકનોલોજીનો ઉપયોગ કરી વૃક્ષારોપણનું કાર્ય કરવું જોઈએ. આ વૃક્ષારોપણમાં અંદાજે ૬૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.