• સાથે નર્સિંગના અભ્યાસ દરમિયાન નગ્ન ફોટા અને વીડિયો ઉતારી બ્લેક મેઇલ કરી હોટલમાં આચર્યું કૃત્ય

શહેરમાં રહેતી 34 વર્ષની મહિલાને તેની સાથે નર્સિંગનો અભ્યાસ કરતા શખ્સે પોતાની જાળમાં ફસાવી હતી. લગ્નની સીડી લઇ જવાનું કહી મહિલાને હોટેલમાં બોલાવી તે શખ્સે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારી તે વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપી મહિલા પર અનેક વખત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

34 વર્ષની મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેશોદના ગિરીશ કાઠાણીનું નામ આપ્યું હતું. 2012માં તેણે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે. 2022માં મહિલાએ નાણાવટી ચોકમાં આવેલા જલારામ એજ્યુકેશન ટ્રસ્ટમાં નર્સિંગનો કોર્સ શરૂ કર્યો હતો. નર્સિંગની પરીક્ષા આપવા માટે બેંગ્લોર જવાનું થતું હતું. તે વખતે આ ટ્રસ્ટમાં કેશોદનો ગિરીશ કાઠાણી પણ અભ્યાસ કરતો હોય તે પણ બેંગ્લોર પરીક્ષા આપવા સાથે જતો હતો, પરિચય થતાં બંને ફોન પર વાતચીત કરતા હતા.

2022માં પતિ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ સમૂહલગ્નમાં લગ્ન કર્યા હતા અને તે લગ્નનું વીડિયોશૂટિંગનું કામ ગિરીશ મારફત એક ફોટોગ્રાફરને આપ્યું હતું. લગ્ન બાદ તેની સીડી આપવા બાબતે ગિરીશ અવનવા બહાના કાઢતો હતો,

ઓક્ટોબર 2023માં ગિરીશે ફોન કરી મહિલાને લગ્નની સીડી ત્રિકોણબાગ પાસે આવેલી મારૂતિ હોટેલમાંથી લઇ જવાનું કહેતા મહિલા સીડી લેવા હોટેલના રૂમમાં ગઇ હતી ત્યારે ગિરીશે બળજબરી કરી મહિલા પર દુષ્કર્મ કર્યું હતું અને તેનો વીડિયો ઉતારી લીધો હતો, બાદમાં તે વીડિયો તેના પરિવારજનોને મોકલવાની ધમકી આપી ગિરીશ વારંવાર મહિલાને મારૂતિ હોટેલમાં બોલાવતો હતો. જાન્યુઆરી-2024માં મહિલા તથા ગિરીશ બેંગ્લોર પરીક્ષા આપવા ગયા હતા ત્યારે પણ ગિરીશે બેંગ્લોરના બલેરીમાં હોટેલમાં લઇ જઇ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, ગિરીશના અત્યાચારથી થાકેલી મહિલાએ તેની સાથે વાતચીત કરવાનું ઓછું કરતાં ગીરીશ પતિને જાણ કરી દેવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવા લાગ્યો હતો, અંતે મહિલાએ હિંમત દાખવી તેના પતિને ગિરીશ બ્લેકમેઇલ કરી રહ્યાની જાણ કરી હતી અને પતિએ હિંમત આપતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગિરીશ કાઠાણી સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.