Abtak Media Google News
  • ભાવનગરના પુરૂષ મિત્ર સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

Morbi News

મોરબીમાં બે દિવસ અગાઉ લગ્ન વિચ્છેદ યુવતી ઉપર સવારે 7 વાગ્યાના અરસામાં રવાપર રોડ સ્થિત બાપાસીતારામ ચોક ખાતે બે અજાણ્યા શખ્સો દ્વારા લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના બાપા સીતારામ ચોક નજીક શેરીમાં રહેતી લગ્ન વિચ્છેદ યુવતીએ(સામાજિક નૈતિકતાને કારણે નામ નથી લખ્યું) શકમંદ આરોપી વિજયભાઈ બારૈયા રહે.ભાવનગર તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. 07/02ના સવારે સાત વાગ્યાના અરસામાં રવાપર રોડ બાપાસીતારામ ચોક ચાંદની પાનવાળી શેરીમાં લગ્ન વિચ્છેદ યુવતી અને તેનો પુત્ર ચાલીને જતા હોય ત્યારે પાછળથી બે અજાણ્યા માસ્ક પહેરેલા શખ્સોએ લાકડી વડે યુવતી ઉપર હુમલો કર્યો હતો.

જે હુમલામાં યુવતીને પગમાં અને શરીરે ઈજાઓ થઇ હતી. ત્યારે આ હુમલાનું ચોક્કસ કારણ જાણવા સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા.ત્યારે આ હુમલો કરનાર યુવતીના ભાવનગર રહેતા પુરુષ-મિત્ર વિજયભાઈ બારૈયા કે જેની સાથે યુવતીને ઘણા સમયથી ફોન ઉપર ઝઘડો ચાલતો હોય જેથી યુવતીએ પોતાના પુરુષ-મિત્રનો મોબાઇલ નંબર બ્લોક કરી નાખ્યો હોવાનું મનદુ:ખ રાખી યુવતી ઉપર હુમલો કરાવ્યાની અટકળના આધારે યુવતીએ શકમંદ વિજયભાઈ બારૈયા તથા અન્ય અજાણ્યા બે શખ્સો સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સીટી એ ડીવીઝન  પોલીસે ગુનો નોંધી તે દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.