Abtak Media Google News

તાજેતરમાં ઝી ચેનલ દ્વારા જુદા જુદા ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓને દ્વારા ગાંધીનગર ખાત ઝી યંગ એચીવર્સ એવોર્ડ ગુજરાતના રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ઝી ટીવીના ચેરમેન સુભાષચંદ્ર ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના શૈક્ષણિક વિકાસમાં જે મહાનુભાવોનું યોગદાન છે તેવા નામાંકિત વ્યકિતઓમાં મારવાડી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેતનભાઈ મારવાડીનો સમાવેશ થાય છે તે મારવાડી એજયુકેશન ફાઉન્ડેશન માટે ગર્વની બાબત છે. મારવાડી યુનિવર્સિટી તથા મારવાડી એજયુકેશનની અન્ય સંસ્થાઓ દ્વારા કેતનભાઈ મારવાડીને તેમના સન્માન બદલ અભિનંદન આપ્યા છે.કેતનભાઈ મારવાડીને તેમના શૈક્ષણિક ક્ષેત્રમાં યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કેતનભાઈ મારવાડી તથા જીતુભાઈ ચંદારાણા દ્વારા મારવાડી એજયુકેશન ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૯માં કરવામાં આવી અને આજે ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં ઝડપથી વિકસતી યુનિવર્સિટી તરીકે મારવાડી યુનિવર્સિટીનું નામ સૌથી મોખરાનું છે. આ સન્માન બદલ મારવાડી યુનિવર્સિટીના કો-ફાઉન્ડર અને વાઈસ પ્રેસિડેન્ટ જીતુભાઈ ચંદારાણા તથા અનય ટ્રસ્ટીઓ, મારવાડી યુનિવર્સિટીના ડાયરેકટર, ડીન, રજીસ્ટ્રાર તેમજ અન્ય શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.